Sunday, September 20, 2026

ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા પરંપરાગત રીતે જ નીકળશે, 101 ટ્રક વિશેષ શણગારની સાથે ભાગ લેશે

spot_img
Share

અમદાવાદ : ચાલુ વર્ષે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા માત્ર રથ અને પ્રસાદની ટ્રક સાથે નીકળે તેવી શક્યતા હોવાની વાત વચ્ચે મંદિર વહીવટી તંત્ર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે દર વર્ષની જેમ પરંપરાગત રીતે જ રથયાત્રા નીકળશે. સાદગી પૂર્ણ રીતે રથયાત્રા નીકળે તેવી માત્ર વાતો હતી પરંતુ દર વર્ષની જેમ અખાડા, ભજન મંડળી અને શણગારેલી ટ્રકો વગેરે સાથે રથયાત્રા નીકળવાની છે. રાજ્ય સરકાર અને જમાલપુર જગન્નાથ મંદિરના ટ્રસ્ટીની સાથે રથયાત્રાની તૈયારીઓને લઈને બેઠક કરવામાં આવી હતી. જેમાં દર વર્ષની જેમ પરંપરાગત રીતે જ રથયાત્રા નીકળે છે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, જમાલપુર જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથજીની યાત્રા સાદગીપૂર્ણ રીતે થવાની વાત હતી જે કોઈ વાતમાં તથ્ય નથી. રાજ્ય સરકાર અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી છે. જેમાં પોલીસ બંદોબસ્ત અને રથયાત્રાના આયોજન અંગે બેઠક કરી છે. મંદિર પ્રશાસન તરફથી દર વર્ષે જે રીતે પરંપરા મુજબ રથયાત્રા નીકળે છે તે મુજબ તૈયારીઓ કરવામાં આવી છે.મંદિરના ટ્રસ્ટીઓ અને મહંત વચ્ચે બેઠક યોજાઈ હતી. સાથે સાથે મંદિરમાં બુધવારે સાંજે 6 કલાકે ટ્રક મોટર એસોસિયેશન (જગદીશ મંદિર રથયાત્રા એસોસિયેશન) દ્વારા વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વર્ષની રથયાત્રામાં કુલ 101 ટ્રક પોતાના વિશેષ શણગારની સાથે ભાગ લેશે. આ વર્ષેની યાત્રામાં ‘ઓપરેશન સિંદૂર’ તથા વિમાન દુર્ઘટના અંગેના ટેબ્લો પણ હશે. જગન્નાથ મંદિરમાં મગની પ્રસાદી પણ એકત્રિત કરવાનું કાર્ય શરૂ કરવામાં આવી ચૂક્યું છે. આ બેઠકમાં કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓ ક્રાઇમ બ્રાન્ચ જેસીપી શરદ સિંઘલ , ઝોન 3 ડીસીપી, ડીસીપી સાઇબર ક્રાઇમ બ્રાન્ચ લવીના સિંહા, એસીપી સાઇબર ક્રાઇમ બ્રાન્ચ અમિત માંકડિયા પણ જોડાયા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...