Monday, September 21, 2026

અમદાવાદમાં AMCના એસ્ટેટ વિભાગના ઇન્સ્પેક્ટરની 3 કરોડની અપ્રમાણસર મિલકત, ACBએ કરી વોર્ડ ઇન્સ્પેક્ટરની ધરપકડ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જીગ્નેશ શાહની એન્ટીકરપ્શન બ્યુરો (ACB) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વોર્ડ ઇન્સ્પેક્ટર જીગ્નેશ શાહ દ્વારા તેમની નોકરીના સમયગાળા દરમિયાન અપ્રમાણસર મિલકતો વસાવી હોવા અંગેની ફરિયાદ ACB ને મળી હતી. જે અંગે તપાસ કરતા 102 ટકા વધુ જેટલી અપ્રમાણસર મિલકતો વસાવી હોવા અંગેનું જાણવા મળતા ACBએ ગુનો નોંધીને તેમની ધરપકડ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનમાં એસ્ટેટ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જીજ્ઞોશ શાહ દ્વારા ખુબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાની અરજી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના અધિકારીઓને મળી હતી. જેના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. આ તપાસમાં ACBએ એપ્રિલ 2012 થી માર્ચ 2022 દરમિયાન જીગ્નેશ શાહની આવક અને ખર્ચ અંગેની વિગતો મેળવી હતી. જેમાં ફોરેન્સીક એકાઉન્ટીંગ કરવામાં આવ્યું હતું તેમજ ચાર્ટડ એકાઉન્ટન્ટની મદદ લઇને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જીગ્નેશ શાહે તેના તેમજ પરિવારના અન્ય સભ્યોના નામે મકાન, જમીન અને સોનામાં રોકાણ કર્યું હતું. તેમની કુલ આવક આશરે રૂપિયા 3.07 કરોડની મિલકતો વસાવી હતી. જે તેમની કુલ આવક કરતા 102 ટકા વધુ હતી.

જેના આધારે જીગ્નેશ શાહ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. એસીબીએ આ મામલે ગુનો નોંધીને તેમની ધરપકડ કરી છે. જીગ્નેશ શાહ અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ સમયગાળા દરમિયાન પશ્ચિમ ઝોન, ઉત્તર-પશ્ચિમ ઝોન સહિતના અલગ અલગ ઝોનમાં વોર્ડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. તાજેતરમાં જ એસ્ટેટ વિભાગની મધ્યસ્થ કચેરીમાં નોકરી કરતા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...