Sunday, September 20, 2026

148મી રથયાત્રાને લઈ મામેરા દર્શનના સમયમાં ફેરફાર, સવારે 11થી રાત્રે 8 વાગ્યા સુધી કરી શકાશે દર્શન

spot_img
Share

અમદાવાદ : 27મી જૂનના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ વર્ષે રથયાત્રાનો ઉત્સાહ વધુ ખાસ બની રહ્યો છે. કારણ કે આ વર્ષે ભગવાનના મામેરાના દર્શનનો સમય વધારી દેવામાં આવ્યો છે.ભક્તોની સુવિધા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાનના મોસાળમાં મામેરાના દર્શનનો સમય બદલવામાં આવ્યો છે.

ચાલુ વર્ષે રણછોડરાયજી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આખો દિવસ ભક્તો મામેરાનાં દર્શન કરી શકે એ માટે 22 જૂનના રોજ સવારે 11 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી મામેરાનાં દર્શન થાય એ મુજબનું આયોજન કરવામાં આવ્યું છે. ટ્રસ્ટી જણાવ્યું હતું કે દર વર્ષે મામેરાનાં દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો ઊમટી પડતા હોય છે ત્યારે ચાલુ વર્ષે લોકો આખા દિવસમાં મામેરાનાં દર્શન કરી શકશે. સરસપુર મંદિરમાં મોટી સંખ્યામાં લોકો દર્શન માટે આવતા હોય છે. ચાલુ વર્ષે મંદિરનો ભાગ મોટો પણ કરવામાં આવ્યો છે, જેથી વધુમાં વધુ લોકો રથયાત્રા દરમિયાન દર્શન કરી શકશે. આ ફેરફારથી ભક્તોને દર્શન માટે વધુ સમય મળશે અને ભીડનું સંચાલન પણ સરળ બનશે.

વર્ષમાં એકવાર અષાઢી બીજના દિવસે નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રામાં સરસપુર મોસાળ તરફથી ભાણેજ એવા ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને ભાવથી મામેરું કરવામાં આવતું હોય છે. મામેરામાં ભગવાનને આપવામાં આવતા વાઘા, દાગીના સહિતની ચીજવસ્તુઓ સાથે મામેરાનાં દર્શન 22 જૂનના રોજ સરસપુર રણછોડરાય મંદિર ખાતે થશે. ભગવાનને મામેરામાં આપવામાં આવેલી તમામ વસ્તુઓ લોકોનાં દર્શન માટે મૂકવામાં આવે છે. દર વર્ષે સાંજે 5 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી મામેરાનાં દર્શન થતાં હોય છે.

આ ઉપરાંત રથયાત્રાના રૂટ પરની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. જર્જરિત મકાનો હટાવવામાં આવ્યા છે, રસ્તાઓને રી-સરફેસ કરવામાં આવ્યા છે અને રૂટને હેરિટેજ લુક આપવામાં આવ્યો છે. આ બધું ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ભવ્ય અને યાદગાર બનાવવા માટે કરવામાં આવી રહ્યું છે. હરિભક્તો આ પવિત્ર ઉત્સવની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...