Sunday, September 20, 2026

અમદાવાદની રથયાત્રામાં 45 ડ્રોનથી રૂટ પર વોચ, ભક્તોની સુરક્ષા માટે 17500થી વધુ પોલીસ કર્મીઓ સજ્જ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાને લઇ તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રથયાત્રામાં ચુસ્ત પોલીસનો બંદોબસ્ત રહેશે. કોઈ પણ પ્રકારની ભાગદોડ ના થાય તે માટે વ્યવસ્થા કરાઈ છે. રથયાત્રામાં 45 ડ્રોનનો ઉપયોગ કરાશે અને તમામ ડ્રોનમાં GPS લગાડવામાં આવ્યા છે. જગન્નાથ મંદિર, સરસપુર, પ્રેમ દરવાજા, તંબુ ચોકી, દિલ્હી દરવાજા સહિત 5 સ્થળે એન્ટી ડ્રોનનો ઉપીયોગ કરાશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં અષાઢી બીજે જમાલપુર વિસ્તારમાં આવેલા ભગવાન જગન્નાથ મંદિરેથી નીકળનારી ભવ્ય અને દિવ્ય રથયાત્રાની તૈયારીના ભાગરુપે ક્રાઈમ બ્રાંચ, વહીવટી તંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ શરુ કરવામાં આવી છે. જેમાં રથયાત્રામાં નાસભાગ અથવા કાંકરીચાળો અને કે કોઈ બીજી અપ્રિય ઘટના ન બને તે માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. આ ડ્રોનમાં જીપીએસ સિસ્ટમ ફીટ કરવામાં આવશે. જેથી ઉંચાઈએ ઉડતા ડ્રોનને સ્થળ, ભીડ અને સલામતી અંગેની જાણકારી મળી રહે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે છેલ્લા ત્રણ દિવસમાં ઘણાબધા હથિયારોના કેસો શોધ્યા છે. આ વર્ષે પણ દર વર્ષની જેમ પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે. જેથી આ રથયાત્રામાં પણ 101 ટ્રક ભાગ લેશે. જગન્નાથ મંદિર, સરસપુર, પ્રેમ દરવાજા, તંબુ ચોકી, દિલ્હી દરવાજા સહિત 5 સ્થળે એન્ટી ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. ગઈકાલે જગન્નાથ મંદિરમાં થયેલી મિટિંગમાં લાઇવ ફૂટેજ જોવામાં આવ્યા હતા. જેથી ભીડનો ખ્યાલ ડ્રોનની હાઇટ સાથે ખ્યાલ આવતો હોય છે. તેનાથી કોઈ ઈસ્યૂ થશે તો તેને ઉકેલવામાં મદદ થશે.

આ વર્ષે યોજાનારી રથયાત્રામાં 45 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. તમામ ડ્રોનમાં gps લગાડવામાં આવ્યા છે. જેથી કરીને કેટલી ઉંચાઈએ તેમજ કેટલા અંતરમાં રહેવું તે અંગે પ્રિમાઇસીસમાં રહેવું તે નક્કી કરાઈ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...