Friday, July 24, 2026

અમદાવાદ શહેર પ્રમુખ તરીકે સોનલ પટેલ, કોંગ્રેસમાં મોટા ફેરફાર, 40 જિલ્લા-શહેરમાં નવા પ્રમુખોની વરણી, જુઓ લિસ્ટ

spot_img
Share

અમદાવાદ : ગુજરાત કોંગ્રેસ અંગે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસે 40 શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખની જાહેરાત કરી છે. પ્રદેશ નિરીક્ષકોના રિપોર્ટ આધારે નામ ફાઈનલ કરાયા છે. ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ પાર્ટીએ આયોજનાત્મકપણે સંગઠનના સ્તરે મોટું પગલું ભર્યું છે. ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં 40 જિલ્લા શહેરમાં નવા પ્રમુખોની વરણી કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કોંગ્રેસ દ્વારા શનિવારે (21 જૂન) સંગઠનમાં મોટા ફેરફાર કરાયા છે. કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા ગુજરાતમાં જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખોની નિમણૂકને તાત્કાલિક અસરથી મંજૂરી આપી છે. આ નિમણૂકો સંગઠન સૃજન અભિયાન હેઠળ એક કડક સંગઠનાત્મક કવાયતને પૂર્ણ કરે છે.ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં 40 જિલ્લા – શહેરમાં નવા પ્રમુખોની વરણી કરવામાં આવી છે. અમદાવાદ શહેર પ્રમુખ તરીકે સોનલ પટેલની નિમણુંક કરવામાં આવી છે.તેમને અનેક પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ સાંસદોના સહકાર સાથે શહેર સંગઠનની સુકાન સોંપવામાં આવી છે. પાર્ટી કાર્યકર્તાઓમાં આ જાહેરાત બાદ નવી ઉર્જા જોવા મળી રહી છે.

ગુજરાત કોંગ્રેસે આ પસંદગીને સંગઠન મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગથિયું ગણાવ્યું છે. આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઈ પાર્ટી સંગઠનાત્મક માળખું મજબૂત કરવા માટે આ બધી નિયુક્તિઓ કરાઈ છે.

ગુજરાતમાં કોંગ્રેસના જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણૂક

અમદાવાદ શહેર – સોનલ પટેલ
અમદાવાદ જિલ્લો – રાજેશ ગોહિલ
અમરેલી – પ્રતાપ દુધાત
આણંદ – અલ્પેશ પઢીયાર
અરવલ્લી – અરણું પટેલ
બનાસકાંઠા – ગુલાબસિંહ રાજપુત
ભરૂચ – રાજેન્દ્રસિંહ રાણા
ભાવનગર જિલ્લો – પ્રવીણ રાઠોડ
ભાવનગર શહેર – મનોહરસિંહ
બોટાદ – હિંમત કટારીયા
છોટાઉદેપુર – શશીકાંત રાઠવા
દાહોદ – હર્ષદ નિનામાં
ડાંગ – સ્નેહીલ ઠાકરે
દેવભૂમિ દ્વારકા – પાલ આંબલિયા
ગાંધીનગર જિલ્લો – અરવિંદસિંહ સોલંકી
ગાંધીનગર શહેર – શક્તિ પટેલ
ગીર સોમનાથ – પૂંજા વંશ
જામનગર શહેર – વીરેન્દ્રસિંહ જાડેજા
જામનગર જિલ્લો – મનોજ કથીરિયા
જુનાગઢ શહેર – મનોજ જોશી
ખેડા – કાળુસિંહ ડાભી
કચ્છ – વી. કે. હુંબલ
મહીસાગર – હર્ષદ પટેલ
મહેસાણા – બળદેવજી ઠાકોર
મોરબી – કિશોર ચીખલીયા
નર્મદા – રણજિતસિંહ તડવી
નવસારી – શૈલેશ પટેલ
પંચમહાલ – ચેતનસિંહ પરમાર
પાટણ – ઘેમર પટેલ
પોરબંદર – રામ મારૂ
રાજકોટ શહેર – ડૉ. રાજદીપસિંહ જાડેજા
રાજકોટ જિલ્લો – હિતેશ વોરા
સાબરકાંઠા – રામ સોલંકી
સુરત જિલ્લો – આનંદ ચૌધરી
સુરત શહેર – વિપુલ ઉધનાવાલા
સુરેન્દ્રનગર – નૌશાદ સોલંકી
તાપી – વૈભવ ગામીત
વડોદરા જિલ્લો – જશપાલસિંહ પઢીયાર
વડોદરા શહેર – ઋત્વિક જોશી
વલસાડ – કિશન પટેલ

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...