Monday, April 20, 2026

AMCનો મહત્વનો નિર્ણય, અમદાવાદ શહેરથી 10 કિમી વિસ્તારમાં રહેતા લોકોએ વાહન વેરો ચૂકવવો પડશે

spot_img
Share

અમદાવાદ : નવા વાહનના ટેક્ષને લઈ AMCનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારના લોકોએ વાહનવેરો ચૂકવવો પડશે. અમદાવાદ શહેરની આસપાસમાં 10 કિમીમાં આ નિયમ લાગુ કરવામાં આવશે. અત્યાર સુધી નજીકના ગામનું એડ્રેસ આપી ટેક્ષથી બચી જતા હતા.હવે AMCના નવા નિયમ મુજબ અમદાવાદ શહેરથી 10 કિ.મી.ના વિસ્તારના લોકોને વાહન વેરો ચૂકવવો પડશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMC દ્વારા વાહન વેરાને લઈને નિર્ણય કર્યો છે, ત્યારે શહેરથી 10 કિ.મી.ના અંતરમાં રહેતા લોકોને હવે ટેક્સ ચૂકવવો પડશે. આ પ્રકારના નિર્ણય બાદ અમદાવાદ નજીકના ગામડાના રહેવાસીને પણ ચૂકવવાનો વારો આવી શકે છે. આમ નવા વાહન ખરીદી સમયે AMCના નવા નિયમો લાગુ થશે અને તેને અનુરુપ વાહન વેરો લેવામાં આવશે.

હવે અમદાવાદ ની આસપાસમાં 10 કિમીની ત્રિજ્યાના ગામડાના લોકો ટેક્ષ ભરવા તૈયાર રહેજો. કેમ કે AMCએ આ લોકો માટે એક નવો નિર્ણય કરતા ગ્રામ્ય લોકો ટેક્ષ ભરતા થઈ જશે. વાહન ખરીદી વખતે અત્યાર સુધી ગામડાંનું એડ્રેસ આપીને ટેક્ષથી બચી જતા હતા. હવે આ નિર્ણયથી લોકોને ટેક્ષ ભરવા તૈયાર રહેવું પડશે.

રોડ ટેક્સ , જે વિશ્વભરમાં વિવિધ નામોથી ઓળખાય છે, તે એક એવો ટેક્સ છે જે જાહેર રસ્તા પર મોટરાઇઝ્ડ વાહનનો ઉપયોગ કરવા માટે ચૂકવવો પડે છે અથવા તેની સાથે સમાવિષ્ટ હોય છે . મોટર વ્હીકલ ટેક્સ (જેને રોડ ટેક્સ કહેવાય છે) એ એન્જિનની ક્ષમતા, બેઠક ક્ષમતા, ભાર વિનાનું વજન અને કિંમત કિંમત સહિતના વિવિધ પરિબળોના આધારે ગણવામાં આવે છે. રોડ ટેક્સ વસૂલવા માટે દરેક રાજ્યમાં અલગ-અલગ નિયમો અને નિયમો હોય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...