Tuesday, April 28, 2026

અમદાવાદના આ બાગમાં મુલાકાતીઓને હવે ચુકવવી પડશે એન્ટ્રી ફી, જાણો શું છે ટિકિટ દર?

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં હવે મ્યુનિસિપલ કોર્પોરેશને કમાણી માટે વધુ એક નવો રસ્તો શોધી લીધો છે.અમદાવાદ શહેરમાં વધુ એક ગાર્ડનમાં જવા રૂપિયા ચૂકવવા પડશે. લાલ દરવાજાના સરદાર બાગમાં જવા માટે રૂ.10 ચાર્જ ચૂકવવા પડશે. આ ગાર્ડનનું નવીનીકરણ યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા કરાયું છે. ગાર્ડનના નવીનીકરણ બાદ ભાવ નક્કી કરવામાં આવ્યા છે. અગાઉ સિંધુભવનના ગોટીલા ગાર્ડન માટે ચાર્જ નક્કી કરાયો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નવી વ્યવસ્થા અંતર્ગત, લાલ દરવાજાના સરદાર બાગની મુલાકાતે આવનાર નાગરિકોને સવારે 6 થી 8 વાગ્યા સુધી મફત પ્રવેશ આપવામાં આવશે. પરંતુ ત્યારબાદ 8 વાગ્યા પછીથી પ્રવેશ માટે 10 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવશે. આ પ્રકારની વ્યવસ્થા અગાઉ થલતેજ ખાતેના ગોટીલા ગાર્ડનમાં સફળતાપૂર્વક અમલમાં મુકાઈ ચુકી છે.ગાર્ડન દરરોજ બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી બંધ રહેશે જેથી જરૂરી સફાઈની કામગીરી સમયસર કરી શકાય.આ આધુનિક બનાવાયેલા બાગનું આગામી અઠવાડિયામાં વિધિવત લોકાર્પણ કરવામાં આવશે. શહેરવાસીઓને મનોરંજન અને શાંતિ પુરી પાડવા સરદાર બાગ હવે વધુ સુવિધાઓ સાથે ખુલ્લુ મુકવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે પહેલા આ બંને ગાર્ડનમાં એન્ટ્રી લેવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ તંત્ર દ્વારા વસૂલવામાં આવતો નહતો પણ હવેથી આ ગાર્ડનમાં એન્ટ્રી લેવા માટે શહેરીજનોને ચાર્જ ચૂકવવો પડશે.લાલ દરવાજાના સરદાર બાગમાં જવા માટે રૂ.10 ચાર્જ ચૂકવવો પડશે. અગાઉ સિંધુભવનના ગોટીલા ગાર્ડન માટે ચાર્જ નક્કી કરાયો હતો.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...