Wednesday, January 21, 2026

અમદાવાદ રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ, 5 જુલાઈથી પ્લેટફોર્મ નં. 8-9 રહેશે બંધ, આ સ્ટેશનોએ અપાયું ટ્રેનોનું સ્ટોપેજ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સ્ટેશનનો કાયાકલ્પ કરવામાં આવી રહ્યો છે અને તેને વિશ્વકક્ષાના સ્ટેશન રૂપે પુનઃવિકસિત કરવામાં આવી રહ્યું છે. રિડેવલપમેન્ટ કામ હેઠળ અમદાવાદ સ્ટેશન પર RLDA દ્વારા પ્લેટફોર્મ નં. 8-9 પર રેલવે ઓવર બ્રિજ અને કોનકોર્સના બાંધકામના સંબંધમાં પાઈલિંગ કામ માટે 05 જુલાઈ થી 12 સપ્ટેમ્બર 2025 (70 દિવસ) સુધી બ્લોક લેવામાં આવશે. તે અનુસાર અમદાવાદ રેલવે સ્ટેશનથી ઉપડનારી/આવનારી કેટલીક ટ્રેનોના ટર્મિનલને અસારવા, મણીનગર અને વટવામાં હંગામી ધોરણે સ્થળાંતરિત (Shift) કરવામાં આવી રહ્યા છે.

અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસના ટર્મિનલને અસારવામાં સ્થળાંતરિત કરવામાં આવ્યું છે. જ્યારે 2 જોડી ટ્રેનોના ટર્મિનલને મણીનગર/વટવામાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે તથા કેટલીક ટ્રેનોના સ્ટોપેજ અમદાવાદ (કાલુપુર) સ્ટેશનને બદલે સાબરમતી સ્ટેશન પર આપવામાં આવ્યા છે. તે મુજબ આ ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવશે. પ્રભાવિત ટ્રેનો અને બદલાયેલા સમયની વિગતો આ મુજબ છે :

અમદાવાદથી અસારવા સ્થળાંતરિત કરવામાં આવેલી ટ્રેન
•ટ્રેન નંબર 12655 અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસને 05 જુલાઈ, 2025 થી અમદાવાદથી અસારવા સ્થાળાંતરિત કરવામાં આવશે અને આ ટ્રેન અસારવા સ્ટેશનથી 21.05 કલાકે ઉપડશે. આ રીતે, ટ્રેન નંબર 12656 એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ-અમદાવાદ નવજીવન એક્સપ્રેસ અમદાવાદને બદલે અસારવા સ્ટેશન પર 18.20 કલાકે પહોંચશે.

અમદાવાદથી મણીનગર/વટવા સ્થળાંતરિત કરવામાં આવેલી ટ્રેનો 
• ટ્રેન નંબર 12932 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ એસી ડબલ ડેકર એક્સપ્રેસને 07 જુલાઈ, 2025 થી મણીનગર સ્થળાંતરિત કરવામાં આવશે અને આ ટ્રેન મણીનગર સ્ટેશનથી સવારે 05.50 કલાકે ઉપડશે. આ જ રીતે, ટ્રેન નંબર 12931 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ એસી ડબલ ડેકર એક્સપ્રેસ 05 જુલાઈ, 2025 થી વટવા સ્ટેશન પર 21.20 કલાકે પહોંચશે તથા અમદાવાદ સ્ટેશન પર નહીં જાય.
• ટ્રેન નંબર 19034 અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસનું ટર્મિનલ 05 જુલાઈ, 2025 થી મણીનગર સ્થળાંતરિત કરવામાં આવશે અને આ ટ્રેન મણીનગર સ્ટેશનથી 18.20 કલાકે ઉપડશે.
• ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ 05 જુલાઈ, 2025 થી વટવા સ્ટેશન પર 14.20 કલાકે પહોંચશે તથા અમદાવાદ સ્ટેશન પર નહીં જાય.

નીચે જણાવેલી ટ્રેનોનું સ્ટોપેજ અમદાવાદ સ્ટેશન પર નહીં થાય તથા સાબરમતી સ્ટેશનના આગમન-પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યા છે :

બદલાયેલા સમય સાથે સાબરમતી સ્ટેશન પર સ્ટોપેજ લેનારી ટ્રેનો 
• ટ્રેન નંબર 20495 જોધપુર-હડપસર એક્સપ્રેસનું 5 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 05.20 કલાકે આગમન થશે તથા 05.30 કલાકે પ્રસ્થાન કરશે. આ જ રીતે ટ્રેન નંબર 20496 હડપસર-જોધપુર એક્સપ્રેસનું 5 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 07.20 કલાકે આગમન થશે તથા 07.30 કલાકે પ્રસ્થાન કરશે.
• ટ્રેન નંબર 14701 શ્રી ગંગાનગર-બાન્દ્રા ટર્મિનલ અરાવલી એક્સપ્રેસનું 4 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 20.49 કલાકે આગમન થશે તથા 20.59 કલાકે પ્રસ્થાન કરશે. આ જ રીતે ટ્રેન નંબર 14702 બાન્દ્રા ટર્મિનસ-શ્રી ગંગાનગર અરાવલી એક્સપ્રેસનું 5 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 04.47 કલાકે આગમન થશે તથા 04.57 કલાકે પ્રસ્થાન કરશે.
• ટ્રેન નંબર 12479 જોધપુર-બાન્દ્રા ટર્મિનસ સૂર્યનગરી એક્સપ્રેસનું 5 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 03.00 કલાકે આગમન થશે તથા 03.10 કલાકે પ્રસ્થાન કરશે.
• ટ્રેન નંબર 22452 ચંદીગઢ-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસનું 6 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 00.01 કલાકે આગમન થશે તથા 00.10 કલાકે પ્રસ્થાન કરશે.
• ટ્રેન નંબર 22738 હિસાર-સિકંદરાબાદ એક્સપ્રેસનું 6 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 07.10 કલાકે આગમન થશે તથા 07.20 કલાકે પ્રસ્થાન કરશે.
• ટ્રેન નંબર 22664 જોધપુર-ચેન્નાઈ એગ્મોર એક્સપ્રેસનું 8 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 07.10 કલાકે આગમન થશે તથા 07.20 કલાકે પ્રસ્થાન કરશે.
• ટ્રેન નંબર 22916 હિસાર-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસનું 8 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 07.10 કલાકે આગમન થશે તથા 07.20 કલાકે પ્રસ્થાન કરશે.
• ટ્રેન નંબર 12998 બાડમેર-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસનું 10 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 07.10 કલાકે આગમન થશે તથા 07.20 કલાકે પ્રસ્થાન કરશે.
• ટ્રેન નંબર 22724 શ્રી ગંગાનગર-હુજુર સાહેબ નાંદેડ એક્સપ્રેસનું 5 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 07.10 કલાકે આગમન થશે તથા 07.20 કલાકે પ્રસ્થાન કરશે.
• ટ્રેન નંબર 14707 લાલગઢ-દાદર એક્સપ્રેસનું 5 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 21.50 કલાકે આગમન થશે તથા 22.00 કલાકે પ્રસ્થાન કરશે.
• ટ્રેન નંબર 12966 ભુજ-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસનું 11 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 02.10 કલાકે આગમન થશે તથા 02.20 કલાકે પ્રસ્થાન કરશે.
• ટ્રેન નંબર 12960 ભુજ-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસનું 7 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 02.10 કલાકે આગમન થશે તથા 02.20 કલાકે પ્રસ્થાન કરશે.
• ટ્રેન નંબર 22966 ભગત કી કોઠી-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસનું 5 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 02.10 કલાકે આગમન થશે તથા 02.20 કલાકે પ્રસ્થાન કરશે.
• ટ્રેન નંબર 20824 અજમેર-પુરી એક્સપ્રેસનું 8 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 02.10 કલાકે આગમન થશે તથા 02.20 કલાકે પ્રસ્થાન કરશે.
• ટ્રેન નંબર 22992 ભગત કી કોઠી-વલસાડ એક્સપ્રેસનું 9 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 02.10 કલાકે આગમન થશે તથા 02.20 કલાકે પ્રસ્થાન કરશે.
• ટ્રેન નંબર 20943 બાન્દ્રા ટર્મિનસ-ભગત કી કોઠી એક્સપ્રેસનું 10 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 05.25 કલાકે આગમન થશે તથા 05.35 કલાકે પ્રસ્થાન કરશે.
• ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસનું 5 જુલાઈ 2025 થી સાબરમતી (જેલ સાઈડ) સ્ટેશન પર 06.48 કલાકે આગમન થશે તથા 06.58 કલાકે પ્રસ્થાન કરશે.

યાત્રીઓને જણાવવામાં આવે છે કે, ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રા કરે. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...