Sunday, September 20, 2026

અમદાવાદીઓ AMCની વેબસાઈટ પરથી મિલકતની જાતે આકારણી કરી શકશે, વાંચો કેવી રીતે થશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે, હવે શહેરના નાગરિકો પોતાના મકાનનું બાંધકામ, રીનોવેશન તેમજ વધારાનું બાંધકામ થયેલી મિલકતનું ટેક્સ માટે સેલ્ફ એસેસમેન્ટ કરી શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ ઉપરથી મિલકતનું સેલ્ફ એસેસમેન્ટ કરી શકશે અને તેમને કેટલો ટેક્સ આવશે તેની જાણકારી મેળવી શકે છે. સોફ્ટવેરમાં માહિતી અપલોડ કર્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગના ઇન્સ્પેક્ટર દ્વારા સ્થળ તપાસ કરી અને તેને ફાઇનલ કરશે. રીનોવેશન અને વધારાના બાંધકામ બાદ કેટલીક જગ્યાએ આકારણી અંગે ફરિયાદો મળતી હતી જેના નિવારણ માટે ઓનલાઇન સિસ્ટમ કાર્યરત થઈ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) એ નવી એપ્લિકેશન કાર્યરત કરી છે.શહેરના રહીશો તેમની મિલકતની જાતે આકારણી કરી શકશે. મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ ઉપર જઈ જરુરી તમામ વિગત અપલોડ કરવાની રહેશે.શહેરના સાત ઝોનમાં દર ચાર વર્ષે આકારણી કરાતી હોય છે. આમ છતાં આ સમય દરમિયાન બનેલા નવા મકાનોની આકારણી કરાતી નહીં હોવાની ફરિયાદ સામે આવતી હોય છે.આ સમસ્યાના નિરાકરણ માટે નવી એપ્લિકેશન કાર્યરત કરાઈ છે.

રેવન્યુ કમિટીના ચેરમેન અનિરુધ્ધસિંહ ઝાલા અને ડેપ્યુટી ચેરમેન પ્રદીપ દવેના જણાવ્યા મુજબ, નાગરિક દ્વારા અપલોડ કરવામાં આવેલી વિગતના આધારે તેને તેનુ અંદાજિત પ્રોપર્ટી ટેકસનુ બિલ મળી જશે.સાત દિવસની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેકસ વિભાગના કર્મચારી જે તે અરજદારના ઘરે જઈ તમામ દસ્તાવેજની ચકાસણી કરશે એ પછી અરજદારને પાકુ ટેકસ બિલ મળશે.જે લોકો સત્વરે તેમની મિલકતની આકારણી કરવા માંગતા હોય તેમના માટે આ એપ્લિકેશન મદદરુપ બનશે.

નાગરીકે જાતે જ ઓનલાઈન દસ્તાવેજ, મિલકતનો પ્રકાર સહીતની વિગત વેબસાઈટ ઉપર અપલોડ કરશે કે તરત જ એક બિલ જનરેટ થશે.આ માટે જગ્યાનુ નિશ્ચિત માપ,વપરાશનો પ્રકાર જેવી વિગત દર્શાવવી પડશે.સ્થળ તપાસ પછી વપરાશના ક્ષેત્રફળ, ઉપયોગના પ્રકારની વિગત તપાસી અરજદારને પાકુ બિલ અપાશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...