Sunday, September 20, 2026

વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ સંપન્ન, રથયાત્રા પૂર્વે ભગવાન મોસાળથી પરત ફર્યા

spot_img
Share

અમદાવાદ: રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે આજે અમદાવાદમાં રથયાત્રા પૂર્વ નેત્રોત્સવ વિધિ કરવામાં આવી છે. આજે મોસાળથી નિજ મંદિર પ્રભુ જગન્નાથ પરત ફર્યા છે. જળયાત્રા બાદ આજે નિજ મંદિરમાં પ્રભુના પ્રથમ દર્શન થયા છે. જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાજીની નેત્રોત્સવ વિધિ સંપન્ન કરાઈ છે. ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પ્રભુની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી છે. આજે મોટી સંખ્યામાં ભાવિકો પ્રભુ જગન્નાથના દર્શન કરવા માટે ઉમટ્યા છે. પરંપરા અનુસાર, મોસાળમાંથી ઘરે આવેલા ત્રણેય ભાઈ-બહેનને આંખ આવતાં તેમની આંખે પાટા બાંધવામાં આવે છે. આ વિધિમાં સમિતિના ટ્રસ્ટી ઉપરાંત સંતો-મહંતોએ હાજરી આપી હતી.

અમદાવાદમાં રથયાત્રાના 15 દિવસ પહેલા ભગવાન પોતાના મોસાળમાં જાય છે અને તે દરમિયાન તે મામાના ઘરે મીઠાઈઓ અને જાંબુ વધારે પ્રમાણમાં આરોગે છે. જેના કારણે તેમની આંખો આવી જાય છે. અમાસને દિવસે ભગવાન જગન્નાથ મામાના ઘરેથી નિજ મંદિર પરત ફરે છે. તેમને આંખ આવેલી હોવાથી આરામ મળે તે માટે તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. જેથી ભગવાનને મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી રાખવામાં આવે છે. આ વિધિને નેત્રોત્સવ વિધિ કહેવામાં આવે છે.

ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભક્તો માટે પ્રસાદની પણ તૈયારીઓ ચાલી રહી છે. પ્રભુ જગન્નાથના ધામમાં ભક્તોને કાળી રોટી-ધોળી દાળનો પ્રસાદ આપવામાં આવે છે. આ પરંપરા વર્ષોથી ચાલે છે. જગન્નાથ મંદિરના મહંત નરસિંહદાજીએ કાળી રોટી ધોળી દાળનો પ્રસાદ આપવાની શરૂઆત કરી હતી. જેની પાછળનો મુખ્ય હેતુ હતો. ભક્તોને સાત્વિક ભોજન કરાવવાનો.

અમદાવાદમાં હવેથી ઠીક બે દિવસમાં 148મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાવાની છે. રથયાત્રાની તૈયારીઓ હાલ તો અમદાવાદના જમાલપુર ખાતે આવેલા જગન્નાથ મંદિર ખાતે ચાલી રહી છે. રથયાત્રા શહેરમાં ધામધૂમથી ઉજવાય તે માટે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...