Sunday, September 20, 2026

એસ ટી વિભાગનો મુસાફરોને ઝટકો : માસિક પાસ મોંઘો કરાયો, પાસધારકોના ખિસ્સા પર ભારણ વધશે

spot_img
Share

અમદાવાદ : એસ ટી વિભાગ દ્વારા મુસાફરોને મોટો ઝટકો આપવામાં આવ્યો છે. રોજિંદા મુસાફરનો માસિક પાસ મોંઘો કરવામાં આવ્યો છે. યોજનામાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ 15 દિવસનું ભાડું ચુકવી 30 દિવસની મુસાફરી અને 45 દિવસનું ભાડું ચુકવી 90 દિવસ મુસાફરી કરી શકાતી હતી. પરંતુ હવે નવા ફેરફાર મુજબ 30 દિવસ મુસાફરી માટે 18 દિવસનું ભાડું અને 60 દિવસની મુસાફરી માટે 36 દિવસનું ભાડું વસુલ કરાશે. એસ ટી દ્વારા આ અંગેનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

પરિપત્ર મુજબ, નિગમની લોકલ,એકસપ્રેસ,ગુર્જરનગરી,લકઝરી,શહેરી સર્વિસમાં રોજીંદી મુસાફરી કરતા મુસાફરોને પ્રવર્તમાન બસ ભાડામાં રાહત આપી રાહતદરના માસિક / ત્રિમાસિક પાસ આપવાની સુવિધા સંદર્ભિત સામાન્ય સ્થાયી હુકમો તેમજ પરિપત્રોથી “15 દિવસનું ભાડું વસુલ કરી, 30 દિવસની મુસાફરી કરો” તથા “45 દિવસનું ભાડું વસુલ કરી, 90 દિવસની મુસાફરી કરો” યોજના અંગેની સુચનાઓ અમલમાં છે. જે યોજના અમલ થયા બાદ તેની સમીક્ષા કરતા નિગમની બસોમાં હાલમાં વધી રહેલ લોડ ફેક્ટરને તેમજ સદર યોજના નિગમની સ્વયોજના હોઈ આ બાબતે વધતા જતા સંચાલકીય ખર્ચને ધ્યાને લઇ ચાલુ યોજનામાં મુસાફર જનતાનું હિત પણ જળવાઈ રહે તે અનુસાર યોજનામાં આંશિક સુધારો કરવા નિગમના સંચાલક મંડળની તા.06/06/2025 ની બેઠકમાં થયેલ ઠરાવ નં.10150 થી થયેલ સુધારા મુજબ 18 દિવસનું ભાડું વસુલ કરી, 30 દિવસની મુસાફરી કરો તથા 36 દિવસનું ભાડું વસુલ કરી, 60 દિવસની મુસાફરી કરો યોજના અમલમાં મુકવા સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં એસ.ટી. મુસાફરી પાસ એ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા પૂરી પાડવામાં આવતી એક સુવિધા છે, જે નિયમિત મુસાફરોને રાહતદરે મુસાફરી કરવાની મંજૂરી આપે છે. આ પાસ વિદ્યાર્થીઓ, દૈનિક પ્રવાસીઓ, સિનિયર સિટિઝન્સ, અને અન્ય ચોક્કસ શ્રેણીના લોકો માટે ઉપલબ્ધ હોય છે.

એસ.ટી. પાસના ઘણા ફાયદા છે, જેમ કે નિયમિત મુસાફરી કરતા લોકો માટે ટિકિટના દૈનિક ખર્ચ કરતાં પાસ વધુ આર્થિક સાબિત થાય છે. તેમજદરરોજ ટિકિટ ખરીદવાની ઝંઝટમાંથી મુક્તિ મળે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...