Tuesday, January 20, 2026

અમદાવાદ વિમાન દુર્ઘટનાનું હવે ખુલશે રહસ્ય : વિમાનના બ્લેક બોક્સની મેમરી સફળતાપૂર્વક મળી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ પ્લેન ક્રેશમાં મોટા સમાચાર સામે આવ્યાં છે. 12 જુને અમદાવાદ ક્રેશ થયેલા એર ઈન્ડિયાના વિમાનના બ્લેક બોક્સમાંથી ડેટા મળ્યાં છે. ડેટા મળ્યાં બાદ હવે જાણી શકાશે વિમાન તૂટી પડ્યું ત્યારે ત્યાંનો માહોલ કેવો હતો અને કયા કારણને લીધે વિમાન ક્રેશ થયું.અને એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ની લેબમાં તેનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. CVR, FDR માંથી મેળવેલા ડેટાની તપાસ ચાલી રહી છે. ગુરુવારે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, 24 જુનના દિવસે ભારતીય વાયુસેના (IAF) વિમાન દ્વારા બ્લેક બોક્સને સુરક્ષિત રીતે દિલ્હી લવાયું હતું ત્યાર બાદ બીજું બ્લેક બોક્સ AAIB ની બીજી ટીમ દ્વારા લાવવામાં આવ્યું અને સાંજે 5:15 વાગ્યે લેબમાં પહોંચ્યું.બન્ને બ્લેક બોક્સ મળ્યાં બાદ પ્રથમ બ્લેક બોક્સના મેમરી મોડ્યુલને સફળતાપૂર્વક એક્સેસ કરવામાં આવ્યું અને ડેટા ડાઉનલોડ કરવામાં આવ્યો હતો. હવે બંને બ્લેક બોક્સમાંથી મળેલા ડેટાનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે જેથી જાણવા મળે કે અકસ્માત કેવી રીતે થયો અને તેના કારણો શું હતા.

એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171ના બ્લેકબોક્સ એટલે કે કૉકપિટ વૉઇસ રેકોર્ડર (CVR) અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR), દુર્ઘટના બાદ મળ્યા હતા. આ ડેટાની તપાસ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા કરવામાં આવી રહી છે. આ માટે AAIBએ આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ મુજબ એક બહુ-વિષયક ટીમ બનાવી છે, જેમાં ઉડ્ડયન ચિકિત્સા નિષ્ણાત, એર ટ્રાફિક કંટ્રોલ અધિકારી અને અમેરિકાના નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB)ના પ્રતિનિધિ સામેલ છે.

બ્લેકબોક્સના બે ભાગમાંથી એક 13 જૂને દુર્ઘટનાસ્થળે ઇમારતની છત પરથી અને બીજો 16 જૂને કાટમાળમાંથી મળી આવ્યો હતો. 24 જૂને ભારતીય વાયુસેનાના વિમાન દ્વારા આ બ્લેક બોક્સ અમદાવાદથી દિલ્હી લાવવામાં આવ્યો હતો. AAIB અને NTSBની ટીમે તે જ દિવસે સાંજે ડેટા ડાઉનલોડ કરવાની પ્રક્રિયા શરૂ કરી. આ ડેટા દુર્ઘટનાના કારણો જેમ કે ટેકનિકલ ખામી કે અન્ય સમસ્યાઓ શોધવામાં મદદ કરશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...