Tuesday, April 28, 2026

નવા વાડજની અક્ષર પ્રાથમિક શાળામાં રથયાત્રાની ઉજવણી:વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ બાળ રથયાત્રા કાઢી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલી અક્ષર પ્રાથમિક શાળામાં આજે 26 જૂન 2025ના રોજ શ્રી જગન્નાથ રથયાત્રાની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય શ્રી અક્ષર જોશીના નેતૃત્વમાં નવા વાડજ વિસ્તારમાં બાળ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ, નવા વાડજ વિસ્તારમાં આવેલ અક્ષર પ્રાથમિક શાળા દ્વારા આજે તા. 26/6/25 ને ગુરુવારે સવારે 8 થી 11 દરમિયાન ભગવાન જગન્નાથ ભગવાનની બાળ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, શાળા દ્વારા છેલ્લા 16 વર્ષથી સતત આ બાળ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. રથમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી. શાળાના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ભજન-કીર્તન સાથે શાળા પરિસરમાં ધાર્મિક વાતાવરણ સર્જાયું હતું.

શાળાના સંચાલક માનવભાઈ જોશીના જણાવ્યા મુજબ, જગન્નાથપુરીથી આવેલા ભગવાન જગન્નાથ, બલભદ્ર તથા બહેન સુભદ્રાની પ્રતિમાને વધાવી લેવા છેલ્લા 16 વર્ષથી સતત આ બાળ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે.જેમાં ભગવાનના શણગારનું જીણામાં ઝીણું ધ્યાન રાખવામાં આવે છે.ભગવાનના પોશાકના કલર કોમ્બિનેશનથી લઈ ઝવેરાતના મેચિંગ માટે ખૂબ જ સજાગતા જાળવવામાં આવે છે.એક નાનકડી હાથલારીનો રથ બનાવી અને એ રથને પણ એવો સુંદર રીતે સજાવવામાં આવે છે કે, ભગવાન જ્યારે આખા વિસ્તારની પરિક્રમા કરે તેમને જરાય તકલીફ ન પડે અને બાળકોને પણ રસ ખેંચવામાં હલકો અને સુવિધાપૂર્ણ રહે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે રથયાત્રાના આયોજનમાં પોલીસ પરમિશનથી લઇ રથયાત્રાના રિહર્સલ દરમિયાન બાળકોની સલામતી અને ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ખૂબ જ સજાગતા શાળા દ્વારા રાખવામાં આવે છે.. સવારે ભગવાનની આરતી કરી નીકળેલી રથયાત્રા ભીમજીપુરા પહોંચે તે પહેલા રસ્તામાં જાત-જાતની વેશભૂષા અને ગરબાનું આયોજન કરવામાં આવે છે અને ત્યારબાદ બાળકોએ તૈયાર કરેલા અખાડાના વિવિધ દાવોનું પ્રદર્શન રાખવામાં આવે છે.. રથયાત્રા આગળ વધે તે દરમિયાન શાળા અને વાલી દ્વારા સમૂહમાં તૈયાર કરાયેલ ફણગાયેલા મગ, જાંબુ તથા ચોકલેટની પ્રસાદી રસ્તામાં આવતા વાહનચાલકો, દુકાનદારો અને રહીશોને ખુલ્લા હાથે વિતરણ કરવામાં આવે છે.લગભગ 75 કિલો મગ, 10 કિલો જાંબુ અને પાંચ કિલો ચોકલેટની પ્રસાદી સમગ્ર વિસ્તાર પ્રેમથી આરોગે છે અને ભગવાનના દર્શનથી ધન્યતા અનુભવે છે.

આ ભક્તિમય કાર્યક્રમમાં શાળાના સંચાલક અને ટ્રસ્ટી માનવભાઈ જોશી, આચાર્ય અક્ષરભાઈ જોશી તેમજ તમામ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવારના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોના સિંચન માટે એક સુંદર પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...