Friday, March 13, 2026

રથયાત્રાને લઈને ડેવલપર્સ આપી રહ્યા છે ખરીદદારોને આવી ઓફર્સ, હવે તો જગન્નનાથજી જ બહાર કાઢે મંદીમાંથી

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં ભરમાં મંદીનો માહોલ અને મકાન મિલકત પર વધેલ જંત્રીના કારણે રિયલ એસ્ટેટ બિઝનેસ પર માઠી અસર પડી રહી છે. આ વેપાર સાથે સંકળાયેલા લોકોને મંદી સામનો કરવો પડી રહ્યો છે. આ વચ્ચે હવે તહેવારોની સિઝન શરૂ થઈ રહી છે. જેમાં અષાઢી બીજના નગરચર્ચા પર નીકળતા જગન્નાથજી રૂડો અવસર આવી રહ્યો છે. આ અવરસને મંદીના માહોલ માંથી નીકળવાની તક તરીકે રિયલ એસ્ટેટ ડેવલપર્સ જોઈ રહ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રથયાત્રાના તહેવાર દરમિયાન મોટી ડિસ્કાઉન્ટ ઓફર્સ લઈને આવ્યા છે, જેથી નબળી વેચાણની સ્થિતિને સુધારી શકાય. આ ઓફર્સ ખાસ કરીને સસ્તા આવાસોના સેગમેન્ટમાં જોવા મળી રહી છે, જેનો ઉદ્દેશ તહેવારના ઉત્સાહનો લાભ લઈને ગ્રાહકોને આકર્ષવાનો છે.અમદાવાદના પૂર્વના વિસ્તારો જેવા કે નિકોલ, ઓઢવ, મણિનગર, હાટકેશ્વર, હાથીજણ, રખિયાલ અને વસ્ત્રાલમાં 1-BHKથી 3-BHKના સસ્તા મકાનો, જેની કિંમત 22 લાખથી 60 લાખ રૂપિયા છે, તેના પર 50,000થી 11 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત પૂર્વની સરખામણીમાં પશ્ચિમ વિસ્તારમાં ઓછું પણ અનેક ડેવલપર્સ આપી રહ્યા છે રથયાત્રાની ખાસ ઓફર, જેમાં મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં આવનારી મંદીના ડર ડેવલપર્સ પોતાની ઈન્વેન્ટરી ખાલી કરવા પર પોતાનું ફોકસ વધાર્યું છે. આ ઉપરાંત, લક્ઝરી પ્રોજેક્ટ્સમાં પણ ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવી રહી છે.

બિલ્ડર્સ એસોસિએશનના સૂત્રોએ પ્રમાણે આ ડિસ્કાઉન્ટ તહેવારના સમયનો લાભ લઈ મંદીના માર્કેટમાંથી બહાક આવવાનો છે. જ્યારે કેટલાક ડેવલોપર્સના મત અનુસાર પ્રોજેક્ટ લોનનું વ્યાજ 10-22% હોય છે, જેનું નુકસાન સહન કરવાની જગ્યા પર ગ્રાહકને 5-15% ડિસ્કારઉન્ટ આપવું ડેવલપર્સને સસ્તુ લાગે છે.

નિષ્ણાતોના મત અનુસાર “ડેવલપર્સ માટે ઊંચા વ્યાજનો બોજ સહન કરવા કરતાં ડિસ્કાઉન્ટ આપીને ઇન્વેન્ટરી ખાલી કરવી વધુ ફાયદાકારક છે.” જ્યારે બીજી બાજું ઘણા ડેવલપર્સ એસોસિએશન જોડાયેલા લોકો એવુ માને છે કે, આ ઓફર્સ તહેવારો દરમિયાન માર્કેટિંગ વ્યૂહરચનાનો ભાગ પણ હોઈ શકે છે. આ લુભામણી ઓફર્સનું મંદી સાથે કોઈ તાલમેલ નથી. આવું કરવાથી માત્ર ખરીદદારો માટે તકો ઊભી થશે, પરંતુ માર્કેટની સ્થિતિ દિવાળી સુધી સુધરે તેવી આશા ઓછી દેખાઈ રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...