Sunday, September 20, 2026

અમદાવાદના આ વિસ્તારમાં મસ્જિદ અને મંદિર સહિતના ગેરકાયદેસર ધાર્મિક સ્થાનો પર ચાલ્યું બુલ્ડોઝર

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લાં ઘણાં સમયથી ગેરકાયદે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં અમદાવાદના ચંડોળા તેમજ દ્વારકા સહિત વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. જે હેઠળ હવે સરખેજ વિસ્તારોમાં પણ સરકારી જમીન પર ખડકી દેવામાં આવેલા ગેરકાયદે ધાર્મિક દબાણોને તંત્રએ બુલડોઝર દ્વારા ધ્વસ્ત કરી દીધા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના સરખેજથી વિશાલા સુધી નેશનલ હાઈ-વે ઓથોરિટી દ્વારા સિક્સલેન એલિવેટેડ કોરિડોર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે બનનારા આ એલિવેટેડ કોરિડોર માટે સરખેજથી વિશાલા સુધીના રોડ ઉપર આવેલા દબાણોને દૂર કરવાની કાર્યવાહી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. મંગળવારે મોડી રાત્રે મ્યુનિસિપલ કોર્પોરેશન અને નેશનલ હાઈ-વે ઓથોરિટી દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રોડ ઉપર આવેલા ધાર્મિક સ્થાનોને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. દરગાહ અને મંદિર સહિતના ધાર્મિક સ્થાનોને રાત્રે દૂર કરવામાં આવ્યા હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, નેશનલ હાઇ-વે ઓથોરિટી તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંયુક્ત ટીમ દ્વારા શહેર પોલીસ વિભાગના ચુસ્ત બંદોબસ્ત હેઠળ મોડી રાત્રે સરખેજથી જુહાપુરા થઈને વિશાલા સુધીના રોડ ઉપર બનનારા એલિવેટેડ કોરિડોરના રોડ ઉપર ધાર્મિક સ્થાનોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં 4 દરગાહ, 1 કબ્રસ્તાન, 1 મંદિર અને 1 નાની દેરીને રોડ પરથી દૂર કરવામાં આવી છે.

દબાણ દૂર કરતી વખતે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, આ કાર્યવાહીના પગલે કેટલાંક સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ, અધિકારીઓએ આ વિશે યોગ્ય સૂચના આપી હતી અને કાનૂની જોગવાઈના આધારે મામલો થાળે પાડી કામગીરી પૂર્ણ કરવામાં આવી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...