Sunday, September 20, 2026

અમદાવાદમાં સૌથી વધારે વાહનોની અવર-જવર ધરાવતા બ્રિજમાં ગાબડા, ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના થવાની શક્યતા !

spot_img
Share

અમદાવાદ : અમદાવાદની ભાગોળે કમોડ સર્કલ નજીક એસપી રિંગ રોડના સાબરમતી નદી પરના બ્રિજમાં માર્ગ પર મોટા મોટા ગાબડા પડી ગયા છે. આ બ્રિજ પરથી દરરોજ નાના-મોટા હજારો વાહન ચાલકો પસાર થાય છે. ત્યારે અહીં પણ ગમે ત્યારે ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના ઘટી શકે તેવી ભીતિ જાગૃત નાગરિકોએ વ્યક્ત કરી છે. આ પુલના રસ્તા તેમજ તેના જોઈન્ટ સહિતના ભાગોનું સમારકામ તાત્કાલિક અસરથી હાથ ધરવું જરૂરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પૂર્વ અમદાવાદમાં નારોલ પાસે આવેલા સાબરમતી નદીપરના જર્જરિત બની ગયેલા શાસ્ત્રી બ્રિજનું સમારકામ થોડા સમય પહેલાં હાથ ધરાયું હતું. લાંબા સમય સુધી આ કામગીરી ચાલી હતી. જોકે આ બ્રિજ પણ હજી જોખમી જ છે. આ સ્થિતિ વચ્ચે જાગૃત નાગરિકોએ રજૂઆત કરતા જણાવ્યું છે કે, એસપી રિંગે રોડ પર કમોડ સર્કલથી ટોલનાકા વચ્ચે સાબરમતી પર બનેલા બ્રિજની હાલત પણ ખરાબ થઈ ગઈ છે. બ્રિજના રસ્તા પર મોટા મોટા ગાબડા પડી ગયા છે. પરિણામે તેના પરથી પસાર થતા ભારે વાહનો પછડાતા હોવાથી બ્રિજને વધુ નુકસાન થઈ રહ્યું છે. બ્રિજના જોઈન્ટ આસપાસ ખાડા પડી ગયા છે. આ બ્રિજ પરથી આખો દિવસ અને રાત સતત ભારે વાહનોની અવર-જવર રહે છે.

વડોદરા નજીકના ગંભીરા બ્રિજ મામલે પણ બે-ત્રણ વર્ષથી રજૂઆતો થઈ રહી હતી. જેને તંત્રએ ધ્યાને નહીં લેતા આખરે દુર્ઘટના ઘટી હતી. કમોડ પાસેનો બ્રિજ સાંકડો હોવાથી તેના પર ભારે વાહનોનો ટ્રાફિક પણ ખુબ જ થાય છે. ગંભીરા બ્રિજ જેવો બનાવ અહીં બને તો મોટા પ્રમાણમાં જાન-માલની ખુવારી થાય તેવી પૂરી શક્યતા છે. ત્યારે આ બાબતને ગંભીર બનીને જવાબદાર વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી બ્રિજની ચકાસણી અને જરૂરી સમારકામ હાથ ધરાય તેવી માંગ જાગૃત નાગરિકોએ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...