Monday, April 27, 2026

આજથી સિનિયર સિટીઝન AMTS-BRTSમાં મફત મુસાફરી માટે કુલ 9 જગ્યાએથી પાસ કઢાવી શકશે, જાણો સ્થળ અને સમય

spot_img
Share

અમદાવાદ : શહેરીજનોને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે પરિવહનની સુવિધા મળી શકે તેના માટે BRTS અને AMTS બસ ચલાવવામાં આવે છે. મુસાફરી માટે વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝનના પાસ કાઢી આપવામાં આવે છે. AMTS અને BRTS બસમાં સિનિયર સિટીઝનોને ફ્રી મુસાફરી માટેના પાસ કાઢવા ઝાંસીની રાણી અને સોનીની ચાલી એમ બે BRTS સ્ટેશન પર સુવિધા શરૂ કરવામાં આવી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં AMTS અને BRTS બસમાં સિનિયર સિટીઝનોને ફ્રી મુસાફરી માટેના પાસ કાઢવા ઝાંસીની રાણી અને સોનીની ચાલી એમ બે BRTS સ્ટેશન પર સુવિધા શરૂ કરવામાં આવી હતી.જો કે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવતા ભીડ થઈ હતી. જેથી સોમવાર(14 જુલાઈ, 2025)થી ત્રણ મુખ્ય AMTS ટર્મિનસ અને છ જેટલા અન્ય ટર્મિનસ પરથી સિનિયર સિટીઝનો અને વિદ્યાર્થીઓ પોતાના પાસ કઢાવી શકશે.

શહેરમાં BRTS બસમાં સિનિયર સિટીઝન તેમજ વિદ્યાર્થીઓના પાસ કઢાવવા માટે થઈને નવા 6 જેટલા AMTS બસ ટર્મિનસ ઉપર કાઉન્ટર શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત સારંગપુર અને જુના વાડજ બસ ટર્મિનસ તેમજ ખાનપુર રિટ્ઝ હોટલ AMTS બસ ડેપો ખાતેથી પણ સવારે 8:15 વાગ્યાથી બપોરે 3:00 વાગ્યા સુધી પાસ કઢાવી શકશે. બપોરે 12:00 થી 12:30 વાગ્યા દરમિયાન રિસેસ રહેશે

આ સમયગાળા દરમિયાન સિનિયર સિટીઝનો પોતાના નિયત પુરાવા સાથે ફોટો પડાવી અને 75 રૂપિયા ભરીને નવા BRTS ના પાસ મેળવી શકશે.સિનિયર સિટીઝનો માટે અત્યાર સુધીમાં 75 વર્ષથી ઉપરની વયના મુસાફરો માટે મફત પાસની સુવિધા હતી પરંતુ હવેથી 65 વર્ષથી ઉપરના લોકો માટે મફત પાસની સુવિધા કરવામાં આવી છે.

દિવ્યાંગ લોકોને પણ BRTS બસમાં મુસાફરી માટે 40 ટકા કન્સેન્શન આપવામાં આવતું હતું. જેની જગ્યાએ હવે મફત મુસાફરીનો પાસ કાઢી આપવામાં આવશે. વિદ્યાર્થીઓ અને મનપસંદ મુસાફરી વગેરે માટે નિયત કરેલી ફી અને કાર્ડથી ભરીને પાસ કઢાવી શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...