Sunday, September 20, 2026

નારણપુરામાં સોના-ચાંદીમાં નફાની લાલચ આપી 1 કરોડથી વધુની છેતરપિંડી કરનાર ઝડપાયો

spot_img
Share

અમદાવાદ : ગુજરાતભરમાંથી સતત છેતરપિંડીની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં અમદાવાદમાંથી વધુ નફાની લાલચ આપી રોકાણ કરાવી છેતરપિંડી આચરનાર શખ્સ આખરે ઝડપી પડાયો છે. અમદાવાદ શહેરના નારણપુરામાં શાસ્ત્રીનગરના રત્નાકર જ્વેલર્સના માલિક ઊંચું વળતર આપવાની લાલચે રૂપિયા પડાવી સોની ફરાર થઈ ગયો હતો. જોકે લોકોએ હલ્લાબોલ કરતા આખરે પોલીસે ફરિયાદ નોંધી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના નારણપુરા પાસે આવેલ શાસ્ત્રીનગરમાં આવેલા રત્નાકર જ્વેલર્સના માલિકે કૌભાંડ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જ્વેલર્સના માલિકે લોકોને સોના-ચાંદીની ખરીદી થકી બેંક વ્યાજ તથા અન્ય રોકાણ કરતા વધુ વળતર અને નફો આપવાની લાલચ આપી હતી. લોકોને રોકાણ કરાવ્યું હતું. બાદમાં સોનુ-ચાંદી વેચાણ કરાવીને એડવાન્સ રકમ મેળવીને કુલ રૂ. 1.43 કરોડની છેતરપિંડી આચરી હતી. આરોપીએ દાગીના કે નફો ન આપતા લોકોએ દુકાન પર હોબાળો મચાવતા આરોપી તાળા મારીને ભાગી છૂટ્યો હતો.ઘાટલોડિયા પોલીસે આ મામલે તપાસ કરી ગુનો નોંધી છેતરપિંડી આચરનાર નિકેશ શાહની ધરપકડ કરી છે.

નારણપુરામાં રહેતા પ્રિયંકભાઇ પટેલ બેન્કમાં આસિસ્ટન્ટ મેનેજર છે. તેમણે શાસ્ત્રીનગરમાં આવેલા રત્નાકર જ્વેલર્સમાંથી સોના-ચાંદીના દાગીના ખરીદ્યા ત્યારે જ્વેલર્સના માલિક નિકેશ શાહે સોના-ચાંદીમાં રોકાણ કરવા આગ્રહ કર્યો હતો. રોકાણ કરવા બદલ સારૂ વળતર અપાવવાની પણ લાલચ આપી હતી. જેથી પ્રિયંકભાઇએ 15 લાખ એડવાન્સ આપીને સોના-ચાંદીની ખરીદી કરી હતી.

જે બાદ આરોપીએ ભાવ વધારો થયાનું કહીને સોનુ-ચાંદી વેચાણ કરવા આગ્રહ કર્યો હતો. આરોપીએ સોનુ-ચાંદી વધુ ભાવે ખરીદીને આશરે 25 લાખથી વધુની રકમ ચૂકવી નહોતી. જેથી પ્રિયંકભાઇ ઉઘરાણી કરતા હતા અને એક દિવસ જ્વેલર્સ શોપ પર પહોંચ્યા ત્યારે અનેક લોકોનું ટોળું ભેગું થયુ હતું. ભોગ બનનાર લોકો દાગીનાની ડિલિવરી અને હિસાબ બાબતે તકરાર કરી રહ્યા હતા. જેથી આ મામલે પોલીસને જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી.

પોલીસ તપાસમાં રત્નાકર જ્વેલર્સની લોભામણી જાહેરાતમાં 16 લોકો સાથે 1.43 કરોડની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું હતું. આરોપી નિકેશ શાહે સોના-ચાંદીની ખરીદી થકી બેંક વ્યાજ તથા અન્ય રોકાણ કરતા વધુ વળતર અને નફો આપવાની લાલચ આપીને એડવાન્સ રકમ મેળવીને છેતરપિંડી આચરવા બદલ ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી આરોપી નિકેશ શાહની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...