Thursday, January 15, 2026

અમદાવાદમાં હોમગાર્ડની સરાજાહેર હત્યા, પોલીસે કરી બંને આરોપીઓની ધરપકડ

spot_img
Share

અમદાવાદ : શહેરના દિલ્હી દરવાજા વિસ્તારમાં સોમવારે રાત્રિના સમયે હોમગાર્ડ જવાનની સરાજાહેર હત્યા નિપજાવી દેવાતા ચકચાર મચી છે. બદરુદ્દીન નામના શખસે મેરી બીબીકે સામને ક્યું દેખતા હૈ હોવાનું કહી હોમગાર્ડ જવાન સાથે ઝઘડો કર્યો હતો.સામાન્ય બોલાચાલી બાદ હોમગાર્ડ પર છરી વડે હુમલો કરવામાં આવતા તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સારવાર અને ઓપરેશન બાદ આજે હોમગાર્ડ જવાનનું મોત નીપજતા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી તપાસ શરૂ કરી હતી. બીજી તરફ ક્રાઈમ બ્રાન્ચે હોમગાર્ડ પર હુમલો કરનાર બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં 21મી જૂલાઈએ મારામારીનો બનાવ સામે આવ્યો હતો જે હત્યામાં પરિણમ્યો છે. રાતના સમયે બદરૂદ્દીન શાહ અને નીલમ પ્રજાપતિ નામના યુવક યુવતી ત્યાં ઊભા હતા, તે દરમિયાન બદરુદ્દીન શાહે મારી પત્ની સામે કેમ જોવે છે તેમ કહીને હોમગાર્ડ જવાન કિશન શ્રીમાળી સાથે બોલાચાલી કરી હતી. જે દરમિયાન બદરુદિને દ્વારા કિશનને છરીના ઘા માર્યા હતા, જેથી કિસાન ત્યાંથી નાસી ગયો હતો. જે બાદ તેને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ઓપરેશન બાદ તેનું મોત નીપજ્યું હતું. કિશનની હત્યા કરનાર બદરુદિન અને નીલમ પ્રજાપતિને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બદરુદિન અને નીલમ લિવ ઇનમાં રહે છે અને બંને વિરુદ્ધ અગાઉ અનેક ગુનાઓ પણ નોંધાઈ ચૂક્યા છે. બદરૂદ્દીન વિરુદ્ધ અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં ચોરી, લૂંટ સહિતના 15 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે તેમજ નીલમ પ્રજાપતિ વિરુદ્ધ પણ શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં પાંચ જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.

હાલ તો પોલીસે મૃતક હોમગાર્ડ જવાન કિશન શ્રીમાળીના ભાઈની ફરિયાદને આધારે બદરૂદ્દીન શાહ અને નીલમ પ્રજાપતિની ધરપકડ કરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે ખરેખર હત્યા પાછળનું કારણ કિશન શ્રીમાળી દ્વારા નીલમ પ્રજાપતિની સામે જોવાનું જ છે કે પછી અન્ય કોઈ કારણથી બોલાચાલી અને હત્યા થઈ છે. આ ઉપરાંત બંને આરોપીઓએ શહેરમાં અન્ય કોઈ ગુનાઓને અંજામ આપ્યો છે કે કેમ તેની પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...