Monday, April 27, 2026

અમદાવાદના માઈભક્તની દાતારી ! અંબાજી મંદિર ટ્રસ્ટને મળ્યું 40 કિલો ચાંદીનું ગુપ્ત દાન

spot_img
Share

અંબાજી : અંબાજી માતાના મંદિરને શક્તિપીઠોમાંનું એક માનવામાં આવે છે અને તે ગુજરાતનું સૌથી પ્રખ્યાત ધાર્મિક સ્થળ છે. ભક્તોની ઇચ્છા (માનતા) પૂરી થતાં માં અંબાના ચરણોમાં યથાશક્તિ દાન ચઢાવવતાં હોય છે. ત્યારે તાજેતરમાં એક શ્રદ્ધાળુ દ્વારા યાત્રાધામ અંબાજી સ્થિત સુપ્રસિદ્ધ અંબાજી મંદિર ટ્રસ્ટને અંદાજિત રૂ. 46 લાખની કિંમતનું 40 કિલો ચાંદીનું દાન અર્પણ કરવામાં આવ્યું છે. આ દાનમાં ચાંદીના ભવ્ય દ્વાર, છત્ર અને થાળીનો સમાવેશ થાય છે, જે માતાના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના એક નનામી માઇભક્ત પરિવાર દ્વારા આ અમૂલ્ય ભેટ માતાજીને અર્પણ કરવામાં આવી છે. આ દાતા પરિવારે પોતાની ઓળખ અને ગામ ગુપ્ત રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.અમદાવાદના માઇભક્તએ ગબ્બર ગોખના દરવાજા અને ભૈરવજી મંદિરની જાળીના દ્વાર બનાવીને ભેટ આપ્યા છે. એટલું જ નહીં, એક મોટું છત્ર પણ ટ્રસ્ટને ભેટ ધર્યું છે.મંદિર ટ્રસ્ટ દ્વારા દાતા પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે અને જણાવ્યું છે કે આવા નિઃસ્વાર્થ દાનથી મંદિરના વિકાસ કાર્યોને વેગ મળે છે. આ દાન ભક્તોની માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને ભક્તિનું પ્રતિક છે.

મહત્વનું છે કે અંબાજીમાં અમદાવાદના જે માઇભક્તએ દાન કર્યું છે તે દાતાએ પોતાનું નામ અને ગામ ગુપ્ત રાખી 40 કિલો ચાંદીનું દાન કર્યું છે. ટ્રસ્ટના ટેમ્પલ ઇન્સ્પેક્ટર અને વહીવટદારે દાન સ્વીકાર્યું હતું. અમદાવાદના એક ભક્ત મંડળ દ્વારા ગબ્બરગઢ ઉપર અખંડ જ્યોતના મંદિર અને ભૈરવજી મંદિરના જાળી વાળા દ્વાર, પ્રસાદ માટે ચાંદીનો વાટકો, ચાંદી મૂકવા માટે બાજોટનું દાન કર્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...