Tuesday, January 20, 2026

નવા વાડજમાં ન્યૂ વિદ્યાવિહાર સ્કૂલમાં સંસ્કૃત ગૌરવ સપ્તાહની ભવ્ય ઉજવણી

spot_img
Share

અમદાવાદ : શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલ શ્રી ન્યૂ વિદ્યાવિહાર સ્કૂલમાં સંસ્કૃત ગૌરવ સપ્તાહ અંતર્ગત સંસ્કૃત ગૌરવ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ સંસ્કૃતને ધર્મ, શિક્ષણ, સ્વાસ્થ્ય, વિજ્ઞાન અને સેવા જેવી વિવિધ થીમ સાથે જોડીને પોષ્ટર, વેશભૂષા અને ટેબ્લો રજૂ કર્યા. રાજ્ય સરકાર દ્વારા તા. 6 થી 12 ઓગસ્ટ સુધી ‘સંસ્કૃત સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલ શ્રી ન્યૂ વિદ્યાવિહાર સ્કૂલમાં સંસ્કૃત ગૌરવ સપ્તાહ અંતર્ગત સંસ્કૃત ગૌરવ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાનું પ્રસ્થાન નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ પટેલ તથા બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જર દ્વારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.વિદ્યાર્થીઓએ સંસ્કૃત શ્લોકોનું ઉચ્ચારણ કરી સંસ્કૃત ભાષા વિશે જાગૃતિ ફેલાવી હતી.વિદ્યાર્થીઓએ સંસ્કૃતને ધર્મ, શિક્ષણ, સ્વાસ્થ્ય, વિજ્ઞાન અને સેવા જેવી વિવિધ થીમ સાથે જોડીને પોષ્ટર, વેશભૂષા અને ટેબ્લો રજૂ કર્યા.

આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ સંસ્કૃત ભાષાને જનસામાન્ય સુધી પહોંચાડવાનો અને તેને દૈનિક જીવનની સામાન્ય વાતચીતમાં સમાવિષ્ટ કરવાની નમ્ર અપીલ કરવાનો હતો. બાળકોની ઉત્સાહભરી ભાગીદારી અને સર્જનાત્મક રજૂઆત દ્વારા સંસ્કૃત ભાષાની ગૌરવગાથા જનમન સુધી પ્રસરી.સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી રૂપેશભાઈ પટેલ, અન્ય વડીલ ટ્રસ્ટીશ્રીઓ, આચાર્ય અંકિતાબેન પટેલ તથા શાળા પરિવારના તમામ સભ્યો અને વાલી મંડળની પ્રોત્સાહક ભાગીદારી થકી કાર્યક્રમ સફળ બની રહ્યો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...