Monday, May 18, 2026

અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું : હવે મંજૂરી વગર ડ્રોન ઉડાડ્યું તો થશે કાર્યવાહી

spot_img
Share

અમદાવાદ: અમદાવાદ શહેરમાં અત્યાર સુધી ડ્રોન ઉડાડવા પર કોઈ નિયંત્રણ ન હતું, પરંતુ હવે અમદાવાદ શહેરમાં મંજૂરી વગર ડ્રોન ઉડાડવામાં આવ્યું તો તે ગુનો બનશે. આમ અમદાવાદ શહેરમાં હવે મંજૂરી વગર ડ્રોન ઉડાડવાને લઈને પ્રતિબંધ આવી ગયો છે. આમ જો તમારે ડ્રોન ઉડાડવું હશે તો મંજૂરી લેવી પડશે.હવે અમદાવાદ શહેરના પોલીસની પૂર્વ મંજૂરી વગર કોઈપણ વ્યક્તિ ડ્રોન ઉડાડી શકશે નહીં.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરના મહત્વપૂર્ણ સરકારી અને પ્રાઇવેટ સ્થળોની સુરક્ષા માટે અમદાવાદ પોલીસ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ હવે અમદાવાદ શહેરમાં પોલીસની પૂર્વ મંજૂરી વગર કોઈપણ વ્યક્તિ ડ્રોન ઉડાડી શકશે નહીં. સુરક્ષાના કારણોસર શહેરના 201 જેટલા સંવેદનશીલ સ્થળો પર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આવનારી 16 ઓક્ટોબર સુધી પોલીસ કમિશનરની મંજૂરી વગર ડ્રોન ઉડાડી શકશે નહીં.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ખાસ કરીને એરપોર્ટ, આર્મી ,કેન્ટોનમેન્ટ ,સેન્ટ્રલ જેલ, વીઆઈપી, VVIPના રહેઠાણો, મેટ્રો, રેલવે, મહત્વપૂર્ણ પાવર સ્ટેશનો, ઔદ્યોગિક એકમો એની સાથે મહત્વપૂર્ણ સરકારી કચેરીઓની સુરક્ષા કરવાની જવાબદારી શહેર પોલીસની છે, આ વિસ્તારો પણ ડ્રોન ઉડાવી શકાય નહીં.

જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, રિમોટ કંટ્રોલ સંચાલિત એરક્રાફ્ટ કે પેરાગ્લાઈડર જેવા સંસાધનોથી દેશ વિરોધી સંગઠનો આતંકવાદીઓ અને ભાંગ ફોડિયા તત્વો લઈને અમદાવાદ શહેરની સુરક્ષાને હાની પહોંચાડવાની શક્યતાના કરી શકાય નહીં.

આ જાહેરનામું 18 ઓગસ્ટ 2025થી અમલમાં આવશે અને 16 ઓક્ટોબર 2025ના રાત્રીના 12 વાગ્યા સુધી અમલી રહેશે, અને જો કોઈ વ્યક્તિ આ જાહેરનામાનું ભંગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ દ્વારા આ પગલું શહેરની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે લેવામાં આવ્યું છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...