Saturday, July 25, 2026

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના અમદાવાદના પ્રવાસે, આ ગણેશ મહોત્સવમાં લેશે ભાગ, વાંચો સમગ્ર કાર્યક્રમ

spot_img
Share

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આગામી 30 અને 31 ઓગસ્ટના રોજ 2 દિવસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે, 30 ઓગસ્ટના રોજ શ્યામલ અને વસ્ત્રાપુર ખાતે ગણેશ મહોત્સવમાં હાજરી આપશે. 31 ઓગસ્ટના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તેવિવિધ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમિત શાહના કાર્યક્રમો અંગે અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 30 ઓગસ્ટના રોજ રાત્રે અમદાવાદ આવશે.તેઓ 30 ઓગસ્ટના રોજ શ્યામલ અને વસ્ત્રાપુર ખાતે ગણેશ મહોત્સવમાં ભાગ લેશે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે 31 ઓગસ્ટના રોજ શહેરના વિવિધ વિસ્તારોમાં વિવિધ સેન્ટરનું લોકાર્પણ કરશે. ગોતામાં નવનિર્મિત ઓગણજ અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરશે. ચાંદલોડિયા ખાતે વંદે માતરમ્ અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરશે. રાણીપ વોર્ડ ખાતે AMC દ્વારા તૈયાર થયેલ અર્બન ફોરેસ્ટ ખાતે વૃક્ષારોપણ કરશે. ટોરેન્ટ ગ્રુપ દ્વારા પુનઃ વિકસિત સરદારબાગનું લોકાર્પણ કરશે તેમજ ઘાટલોડિયા સ્થિત સોસાયટીના ચેરમેન સેક્રેટરી સાથે વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લેશે. ડાયલ 112 હેઠળ જનરક્ષક પ્રોજેક્ટ લોકાર્પણ જાહેર કાર્યક્રમમાં જોડાશે. રામકથા ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે પણ ઉપસ્થિત રહેશે. અનામત સમયમાં અમિત શાહ રાજ્યના રાજકારણમાં મહદઅંશે પ્રદેશ અધ્યક્ષની વરણી અને ભૂપેન્દ્ર પટેલ સરકાર વિસ્તૃતીકરણ સહિતના મુદ્દે રાજકીય બેઠક પણ યોજે તેવી સંભાવના છે.

30 ઑગસ્ટના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કાર્યક્રમ
સાંજે 7.45 કલાકે : શ્યામલ અને વસ્ત્રાપુર ખાતે ગણેશ મહોત્સવમાં લેશે ભાગ
સાંજે 8.15 કલાકે: સરદાર પટેલ સેવાદળ આયોજિત 40માં વસ્ત્રાપુર ગણપતિ મહોત્સવ દર્શનાર્થે ઉપસ્થિત રહેશે

31 ઑગસ્ટના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કાર્યક્રમ
સવારે 10.15 કલાકે: ગોતામાં નવનિર્મિત ઓગણજ અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ
સવારે 10.35 કલાકે: ચાંદલોડિયા ખાતે વંદે માતરમ્ અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ
સવારે 10.45 કલાકે: રાણીપ વોર્ડ ખાતે વૃક્ષારોપણ
સવારે 11.05 કલાકે: AMC દ્વારા તૈયાર થયેલ અર્બન ફોરેસ્ટ ખાતે વૃક્ષારોપણ
સવારે 11.30 કલાકે: અમદાવાદ પૌરાણિક ભદ્રકાળી મંદિર લાલદરવાજા દર્શનાર્થે
સવારે 11.40 કલાકે: ટોરેન્ટ ગ્રુપ દ્વારા પુનઃ વિકસિત સરદારબાગ લોકાર્પણ
બપોરે 12.15 કલાકે: ઘાટલોડિયા સ્થિત સોસાયટીના ચેરમેન સેક્રેટરી સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ
સાંજે 4.45 કલાકે: ડાયલ 112 હેઠળ જનરક્ષક પ્રોજેક્ટ લોકાર્પણ જાહેર કાર્યક્રમ
રામકથા ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહેશે

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...