Sunday, September 20, 2026

અમદાવાદ ટ્રાફિક પોલીસનું જાહેરનામું : આ બ્રિજ પર એક તરફનો વાહન વ્યવહાર 10 દિવસ માટે બંધ કરાયો

spot_img
Share

અમદાવાદ : શહેરના નારોલ-વિશાલા- સરખેજ નેશનલ હાઇવે નંબર 8 ઉપર શાસ્ત્રી બ્રિજ (વિશાલા બ્રિજ) સમારકામ માટે એક તરફ બંધ કરવામાં આવ્યો છે. નારોલ- પીરાણાથી વિશાલા સર્કલ તરફ જતો એક તરફનો માર્ગ બંધ કરીને ભારે તેમજ મધ્યમ પ્રકારના વાહનોના અવરજવર પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એક તરફનો ભાગ વાહન વ્યવહાર માટે ચાલુ રાખવામાં આવ્યો છે. બ્રિજના સમારકામના કારણે બ્રિજનો એક તરફનો ભાગ બંધ કરવામાં આવતા એક જ તરફથી બંને તરફનો અવર-જવરનો રસ્તો ચાલુ રહેતો હોવાના કારણે વાહનોનો ટ્રાફિકજામ થઈ શકે છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ પોલીસ દ્વારા એક જાહેરનામું બહાર પાડીને આ બ્રિજ પર વાહનોની અવરજવર બંધ કરવામાં આવશે તેવું જણાવાયું છે. આ બ્રિજ પર તમામ વાહનો માટે આઠમી ઓગસ્ટ 2025ના રોજ એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જે આઠમી ફેબ્રુઆરી 2025 સુધી અમલમાં છે. આ બ્રિજ પર નિરીક્ષણ કરવા માટે મોટી મશીનરી મુકીને કામગીરી કરવાની છે. જેથી આ બ્રિજને સવારે 11 વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી બંધ કરવામાં આવ્યો છે અને તેના માટે વૈકલ્પિક અને પ્રતિબંધિત માર્ગ અંગે પણ જાણકારી આપવામાં આવી છે.

અમદાવાદના વિશાલા સર્કલ પર આવેલા શાસ્ત્રી બ્રિજના બેરિંગ અને પેડેસ્ટલ જર્જરિત થઈ જતા હવે તેને રિપેરિંગની જરૂરિયાત પેદા થઇ છે. જેથી આવતીકાલે 1 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી પીરાણાથી વિશાલા જંકશન તરફ રીપેરીંગ અને નિરીક્ષણના કારણે મોટી મશીનરી મુકાવાની હોવાથી એક તરફથી બંધ કરવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવાયું છે. ટ્રાફિક પોલીસ દ્વારા જાહેર કરાયેલા જાહેરનામામાં ઉલ્લેખ કરાયો કે, વિશાલા જંકશનથી નારોલ તરફનો જ બ્રિજનો એક તરફનો ભાગ ચાલુ રહેશે. બંને તરફથી વાહનો અવર-જવર આ એક સ્ટ્રીપ પરથી જ પસાર થવું પડશે. જો કે ભારે અને મધ્યમ પ્રકારના વાહનો પસાર થઇ શકશે.

શાસ્ત્રી બ્રિજને થોડા જ સમયમાં બીજી વખત રીપેર કરવામાં આવી રહ્યો છે અગાઉ પણ રીપેરીંગ દરમિયાન આ જ પ્રકારે બ્રિજ પર એક જ તરફનો ભાગ ચાલુ રખાયો હતો. જેના કારણે આ બ્રિજ બંધ રહ્યો ત્યાં સુધી કલાકો સુધી ટ્રાફીક જામ રહેતો હતો. એક કિલોમીટર લાંબી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે, ત્યારે શહેર પોલીસ દ્વારા ટ્રાફિક પોઇન્ટ ઉભો કરવો જરૂરી બને છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...