Sunday, May 31, 2026

અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું : ગણેશ વિસર્જન અને ઇદે મિલાદ દિવસે શહેરના અનેક રસ્તા બંધ રહેશે, જાણો વૈકલ્પિક માર્ગ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં આવતીકાલે 5 સપ્ટેમ્બરના રોજ ઈદ-એ-મિલાદ અને 6 સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જનને લઈને નીકળનારા જુલુસ તેમજ શોભાયાત્રાના કારણે રોડ-રસ્તા બંધ કરવામાં આવ્યા છે. શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામા બહાર પાડી અને ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામામાં જણાવાયું કે, આજે 5 સપ્ટેમ્બરના રોજ બપોરે 2 વાગ્યે ઈદે મિલાદનું જુલુસ નીકળવાનું હોવાના કારણે શહેરના કોટ વિસ્તારમાં જમાલપુર, લાલ દરવાજા, ખમાસા, ઘીકાંટા, મિરઝાપુર અને દિલ્હી દરવાજા તરફ જવાના તમામ રોડ રસ્તા બંધ રહેશે. AMTS બસોને પણ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ટ્રાફિકના વાહન વ્યવહાર માટે અને બસોની અવરજવર માટે વૈકલ્પિક રોડ પરથી વાહનચાલકો પસાર થઈ શકશે.

6 સપ્ટેમ્બરના રોજ અનંત ચતુર્દશીએ ભગવાન ગણેશનું વિસર્જન કરવામાં આવતું હોય છે. શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થાપના કરવામાં આવેલી ગણેશની મૂર્તિઓને શોભાયાત્રા કાઢી રિવરફ્રન્ટ અને અલગ-અલગ જગ્યાઓ પર બનાવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના કુંડમાં વિસર્જિત કરવામાં આવનાર છે.

ગણેશનું વિસર્જનને લઈને સાબરમતી રિવરફ્રન્ટ પર પૂર્વ અને પશ્ચિમ બંને તરફના રોડ બપોરે એક વાગ્યાથી ભગવાન ગણેશની મૂર્તિઓ વિસર્જિત ન થાય ત્યાં સુધી બંધ રહેશે. ગીતામંદિર એસ.ટી. બસ સ્ટેન્ડથી જમાલપુર બ્રિજ, એસટી ગીતામંદિરથી સારંગપુરથી કાલુપુર તરફ, કાલુપુર રેલવે સ્ટેશનથી સારંગપુર ખમાસા થઈને એલિસબ્રિજ સુધી અવર-જવર બંધ રહેશે. રખિયાલ ચાર રસ્તાથી સરસપુર આઈટીઆઈ ચાર રસ્તા હાઈ ગુરુદ્વારા તરફનો રોડ બંધ રહેશે જ્યારે દિલ્હી દરવાજાની આસપાસના વિસ્તાર પણ વાહન વ્યવહાર માટે બંધ રહેશે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા ટ્રાફિક પોલીસ દ્વારા જણાવાયું છે.

આ હુકમ સદર કાર્યક્રમ સાથે સંકળાયેલ પોલીસ વિભાગની પુર્વ મંજુરી મેળવેલા વાહનો, કરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનો તેમજ આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવર- જવર કરનારને આ જાહેરનામું લાગું પડશે નહી.

આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ-33ની જોગવાઇ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા.05/09/2025 ના બપોર કલાક 14.00 થી ઝુલુસ પુર્ણ ન થાય ત્યાં સુધી કરવાનો રહેશે.
આ જાહેરનામાના આદેશોનું ઉલ્લંઘન કરનાર ઇસમ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ-૨૨૩ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ-131 મુજબ શિક્ષાને પાત્ર થશે.

આ હુકમ અન્વયે અમદાવાદ કમિશ્નરેટમાં ફરજ બજાવતાં સંયુક્ત/અધિક પોલીસ કમિશ્નરશ્રીના દરજ્જાથી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીશ્રી/પોલીસ કર્મચારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ-223 તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ- ૧૩૧ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...