Friday, January 16, 2026

અમદાવાદ ટ્રાફિક પોલીસની ખાસ ડ્રાઇવ, કાળા કાચ અને નંબર પ્લેટ વગરના વાહનો સામે કડક કાર્યવાહી

spot_img
Share

અમદાવાદ : ગુજરાત પોલીસ વિભાગ દ્વારા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત પોલીસ દ્વારા આગામી 3થી 17 સપ્ટેમ્બર સુધી રાજ્યભરમાં એક ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. જેમાં પ્રથમ દિવસે 311 વાહનો પર કાળા કાચના ઉલ્લંઘન માટે રૂપિયા 1.18 લાખ અને 129 વાહનો પર નંબર પ્લેટ ન હોવાના કેસમાં રૂપિયા 72,000નો દંડ વસૂલવામાં આવ્યો હતોઆ ડ્રાઇવનો મુખ્ય હેતુ નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી ગાડીઓ સામે કડક કાર્યવાહી કરવાનો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાતના સૌથી મોટા શહેરમાં, ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનો સામે કડક કાર્યવાહી માટે પોલીસે ખાસ ડ્રાઈવ શરૂ કરી છે. અમદાવાદ શહેર પોલીસે આ ઝુંબેશના પ્રથમ દિવસે જ કડક કાર્યવાહી હાથ ધરી હતી. સુભાષબ્રિજ RTO નજીક અને શહેરના અન્ય વિસ્તારોમાં અનેક વાહનોની તપાસ કરવામાં આવી, જેમાં કાળા કાચવાળી ગાડીઓ અને નંબર પ્લેટ વગરના વાહનો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું. આ ઉપરાંત, ST બસના ડ્રાઈવરો દ્વારા સીટ બેલ્ટ ન પહેરવાના કેસમાં પણ પોલીસે દંડની કાર્યવાહી કરી છે. પ્રથમ દિવસે 311 વાહનો પર કાળા કાચના ઉલ્લંઘન માટે રૂપિયા 1.18 લાખ અને 129 વાહનો પર નંબર પ્લેટ ન હોવાના કેસમાં રૂપિયા 72,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો.

નંબર પ્લેટ વગરના વાહનો કાયદાકીય રીતે માન્ય નથી, કારણ કે તેનાથી વાહન માલિકની ઓળખ થઈ શકતી નથી. તેવી જ રીતે, કાળા કાચવાળી ગાડીઓમાં અંદર બેઠેલા લોકો સરળતાથી જોઈ શકાતા નથી, જેના કારણે ગુનેગારો માટે આવી ગાડીઓ છૂપાવા માટેનું ઉત્તમ સાધન બની રહે છે. આ કારણોસર પોલીસ વિભાગે આવા વાહનોને શોધી કાઢવા અને નિયમોનું ઉલ્લંઘન કરનારા માલિકો સામે કડક કાનૂની પગલાં લેવા માટેનો નિર્ણય લીધો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...