Saturday, July 25, 2026

અમદાવાદમાં ફરી જમવામાંથી જીવાત નીકળી, સમોસાંની ચટણીમાંથી ગરોળી નીકળી, AMC માં ફરિયાદ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ખાણીપીણીની ચીજવસ્તુઓમાંથી જીવજંતુઓ અને અન્ય વસ્તુઓ નીકળતી હોવાની અવારનવાર ફરિયાદો મળતી હોય છે. ફરી એકવાર વેજલપુર વિસ્તારમાં આવેલી રામદેવ ચોળાફળી નામની એક દુકાન ફરી એકવાર વિવાદમાં આવી છે. આ વખતે, દુકાનમાંથી ખરીદવામાં આવેલા સમોસાની ચટણીમાંથી ગરોળી નીકળ્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, એક મહિલા 4 સપ્ટેમ્બરના રોજ વેજલપુરના શ્રેયસ કોમ્પ્લેક્સ સામે, અક્ષર ડેરી નજીક આવેલી આ દુકાનેથી સમોસા લઈ ઘરે ગઈ હતી. જ્યારે તેમણે સમોસા સાથે આપેલી ચટણી ખોલીને જોઈ, ત્યારે તેમાં તેમને એક ગરોળી દેખાઈ. આ જોઈને તે ચોંકી ઉઠ્યા અને તરત જ આ ઘટનાનો વીડિયો બનાવ્યો, જે હવે ઇન્ટરનેટ પર ઝડપથી ફેલાઈ રહ્યો છે.મહિલાએ તાત્કાલિક દુકાનદારને આ બાબતની જાણ કરી હતી, પરંતુ દુકાનદારે આ વાત સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. દુકાનદારના આ વર્તનથી નારાજ થઈને, ભોગ બનનાર મહિલાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગમાં લેખિત ફરિયાદ નોંધાવી છે.

જોકે, દુકાનના એક સભ્યએ ફરિયાદ મળી હોવાની વાત સ્વીકારી છે, પરંતુ સાથે એવો દાવો પણ કર્યો છે કે તેમની દુકાનમાં આવી કોઈ ઘટના બની શકે નહીં. આ ઘટનાએ ફરી એકવાર ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે, અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. AMCના ફૂડ વિભાગે આ મામલે તપાસ શરૂ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...