Sunday, September 20, 2026

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે, ઢોલ-નગારા અને ડીજેના તાલે બાપ્પાને વિદાય, અગલે બરસ જલદી આના…

spot_img
Share

અમદાવાદ : ગણેશ ઉત્સવનો આજે છેલ્લો દિવસ હતો. અનંત ચતુર્દશીના દિવસે દેશભરમાં વાજતેગાજતે ગણપતિ બાપ્પાનું ધામધૂમથી વિસર્જન કરવામાં આવ્યું. 10 દિવસ સુધી ઘરે ઘરે અને પંડાલોમાં બિરાજમાન વિઘ્નહર્તાની ઢોલ-તાશ અને ડીજેના તાલથી બાપ્પાને ભારે હૃદયે વિદાય આપી હતી, અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા ધર્મકુંડ ખાતે ગણપતિ વિસર્જન માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગણેશ ઉત્સવનો આજે છેલ્લો દિવસ હતો, મ્યુ કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં વિસર્જન માટે અલગ અલગ કૂંડોની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા ધર્મકુંડ ખાતે ગણપતિ વિસર્જન માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. દિવસ દરમિયાન મોડી રાત સુધી ભક્તો ગણપતિ બાપાની મૂર્તિઓ લઈને અહીં પહોંચ્યા હતા અને તેમને ભાવભીની વિદાય આપી રહ્યા હતા.વિસર્જન સ્થળે એક તરફ ઢોલ-નગારાના તાલે ભક્તો ઝૂમી રહ્યા હતા અને “ગણપતિ બાપા મોરિયા”ના નારા લગાવી રહ્યા હતા. તો બીજી તરફ ગણપતિ બાપાને વિદાય આપતી વખતે ઘણા ભક્તોની આંખોમાં આંસુ પણ જોવા મળ્યા હતા.

આ ઉપરાંત, કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે ફાયર બ્રિગેડની ટીમ અને ગાડીઓ પણ રિવરફ્રન્ટ પાસે તૈનાત કરવામાં આવી હતી . વિસર્જનને કારણે રિવરફ્રન્ટની આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. લોકો પોતાની મરજીથી ગણપતિજીની આરતી કર્યા બાદ તેમને વિદાય આપી રહ્યા હતા.

રિવરફ્રન્ટ પર મોટી મૂર્તિઓના વિસર્જન માટે ક્રેનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જેના દ્વારા મૂર્તિઓને ધર્મકુંડમાં વિસર્જિત કરવામાં આવી રહી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ધર્મકુંડની આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...