Sunday, September 20, 2026

અધધ…આ તો હદ થઇ કહેવાય ! અમદાવાદમાં AMCનો નિવૃત્ત કર્મચારી ચાર હજારની લાંચ લેતા ઝડપાયો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ AMC માંથી લાંચના સમાચાર સામે આવ્યા છે. શહેરીજનોની મિલકતોના ટેક્સ માટેની આકારણી કરવા જતા AMCના પૂર્વ ઝોનના ટેક્સ વિભાગના કર્મચારીઓ દ્વારા લાંચ માંગવામાં આવતી હોવાની ફરિયાદ મળતા ACBએ છટકો ગોઠવીને એજન્ટની ધરપકડ કરી છે. આરોપી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિવૃત કર્મચારી હોવાનું બહાર આવ્યું છે. ટેક્સ વિભાગના કર્મચારીઓની પણ સંડોવણી હોવાની શક્યતા છે. ACBની ટીમે 4000 રૂપિયા લેતા અંગે હાથ ઝડપી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં વિરાટનગર વિસ્તારના કોમર્શીયલ તેમજ રહેણાંક મકાનને લગતી આકારણીના કામોમાં વિરાટનગર વિસ્તારના રહીશો તેમજ વેપારીઓને જુદા-જુદા બહાના બતાવી તેમની પાસેથી ગેરકાયદેસર રીતે રૂ.1 હજારથી રૂ.10 હજાર સુધીની લાંચની માંગણી કરતા હોવાની ACB ને રજુઆત મળી હતી.જે રજુઆત આધારે ફરિયાદીનો સાથ- સહકાર મેળવી લાંચના ડીકોય છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિવૃત્ત કર્મચારી ગોવિંદભાઈ પરમાભાઈ ડાભી (રહે. આરોહી એલીજીયમ, સાઉથ બોપલ, અમદાવાદ)ને લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ. 4000ની લાંચની માગણી કરી હતી. જેથી લાંચ લેવા માટે વિરાટનગર ખાતે આવેલી અંબિકા નગર સોસાયટીમાં લાંચ લેવા આવતા ACBએ રંગે હાથ ઝડપી લીધા હતા.

ACB ની ટીમ દ્વારા હાલ આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ કર્મચારી કે અધિકારીની આમાં સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ થશે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરતા નિવૃત્ત કર્મચારી નોકરી બાદ પણ આ પ્રકારના ભ્રસ્ટાચાર આચરે છે તો વર્તમાન કર્મચારીની સંડોવણીની ચોક્કસ શક્યતાઓ રહેલી છે, સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવામાં આવે તો મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ કર્મચારી કે અધિકારીની સંડોવણી બહાર આવે તેમ છે…

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...