Sunday, September 20, 2026

અમદાવાદની જાણીતી પીજીમાં આરોગ્ય સાથે ચેડા ! પાંઉમાં જીવડું, છાશમાં માખી, AMCએ રસોડું સીલ માર્યું

spot_img
Share

અમદાવાદ : શહેરની જાણીતી શિવશંકર પીજીમાં જીવાતવાળા ખોરાકનો વીડિયો વાયરલ થયો હતો. જમવાનું બનાવવાની ચીજ વસ્તુઓમાંથી જીવાત મળી આવી હતી. સડેલા શાકભાજી અને અનહાઇજનિક કન્ડિશન રસોડામાં મળી આવી હતી. ફૂડ વિભાગનું લાઇસન્સ કે રજિસ્ટ્રેશન પણ ન હોવાનું સામે આવ્યું હતું. પાંઉમાં જીવડું, છાશમાં માખી અને સડેલા શાકભાજી મળી આવતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રસોડાને સીલ મારવામાં આવ્યું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના સીજી રોડ પર આવેલી શિવશંકર પીજી બોય્ઝ હોસ્ટેલમાં ખાવા-પીવાની ચીજવસ્તુઓમાંથી જીવજંતુઓ નીકળવાની અને અનહાઈજેનિક ખાવાનું આપવામાં આવતું હોવા અંગે ફરિયાદ મળી હતી.ફૂડ વિભાગનું લાઇસન્સ કે રજિસ્ટ્રેશન પણ ન હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા હોસ્ટેલના રસોડાને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. શિવશંકર પીજી બોયઝ હોસ્ટેલમાં રહેવા માટે સંચાલક દ્વારા વ્યક્તિ દીઠ 10,000થી લઈ 18,000 ભાડું વસૂલવામાં આવતું હતું.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પીજી હોસ્ટેલમાં ફરિયાદ મળતા ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં સડેલા બટેકા, ડુંગળી, શાકભાજી વગેરે મળી આવ્યું હતું. જે પણ ખાવાની ચીજ વસ્તુઓ હતી તેમાં પણ જીવાત વગેરે મળી આવ્યું હતું જેના કારણે થઈને ફૂડ વિભાગ દ્વારા રસોડાને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પીજી હોસ્ટેલમાં અંદાજે 100 જેટલા યુવકો રહે છે.

પીજી હોસ્ટેલના સંચાલકો દ્વારા રહેતાં છોકરાઓને જે જમવાનું આપવામાં આવે છે. તેઓ દ્વારા ખૂબ જ ખરાબ જમવાનું આપવામાં આવતું હોવાની ફરિયાદો કરવામાં આવી હતી. દાળ, ભાત અને રોટલી પણ એકદમ ખરાબ બનાવવામાં આવતાં હતા. જે જમવાનું બનાવવામાં આવતું હતું જે ગુણવત્તા વિનાનું હતું. આ બાબતે અવારનવાર છોકરાઓ દ્વારા પીજી હોસ્ટેલના સંચાલકોને રજૂઆત કરવામાં આવી હતી છતાં પણ તેમના દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહોતું.

પીજી હોસ્ટેલમાં રહેનારા છોકરાઓ ખરાબ જમવાનું હોવાને લઈને વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. જે બાદ કોર્પોરેશને કાર્યવાહી કરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...