Sunday, April 26, 2026

GJ-01 નંબર પ્લેટને બાય-બાય : અમદાવાદમાં હવે નવી નંબર પ્લેટ આવશે !

spot_img
Share

અમદાવાદ : GJ-01ની નંબર પ્લેટ માત્ર અમદાવાદમાં જ ફરતા વાહનોની નહીં સમગ્ર રાજ્ય, દેશમાં ફરતા વાહનોમાં શહેરની ઓળખ છે. જોકે ટૂંક સમયમાં આ નંબર પ્લેટને બંધ કરવામાં આવશે. શહેરની સુભાષ બ્રિજ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ ટૂંક સમયમાં વાહનો માટે નવી રજિસ્ટ્રેશન સીરીઝ GJ-1A-AA શરૂ કરશે. વર્તમાન GJ-01 ડબલ-આલ્ફાબેટ સિરીઝ સમાપ્ત થવા જઈ રહી હોવાથી આ પગલું લેવામાં આવશે. આ બદલાવ શહેરની વાહન રજિસ્ટ્રેશન પ્રણાલીમાં એક મહત્ત્વનો ફેરફાર છે અને બાકી રહેલી વર્તમાન સીરીઝ પૂર્ણ થયા બાદ તે અમલમાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વાહન વ્યવહાર કચેરીમાં બે આલ્ફાબેટની સિરીઝ પૂરી થયા બાદ નવા કોડ સાથે 0 ને બદલે આલ્ફાબેટ A નો ઉપયોગ કરવા રાજ્યના વાહન વ્યવહાર વિભાગને ફરમાન જારી કરાયું. હાલ અમદાવાદ અને સુરત શહેરમાં બે આલ્ફાબેટ નંબરની સિરીઝ પૂર્ણ થવાના આરે છે ત્યારે આગામી દિવસોમાં આ બંને શહેરને નવી સિરીઝ ત્રણ આલ્ફાબેટ સાથેની નવી સિરીઝ મળશે.જોકે તેનો અમલ થવામાં થોડો સમય લાગશે, કારણ કે હાલના ફોર્મેટ હેઠળ Q અને Z આલ્ફાબેટ સીરીઝ હજુ બાકી છે.વર્તમાન સમયમાં સુભાષ બ્રિજ આરટીઓ દર મહિને આશરે 5,000 ટુ-વ્હીલર અને 2500 ફોર-વ્હીલરનું રજિસ્ટ્રેશન કરે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે GJ-01 ડબલ આલ્ફાબેટ સીરીઝ પૂર્ણ થવા જઈ રહી છે, તેથી નવી સિરીઝ માટે વિનંતી કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખીને GJ-1એ સીરીઝ મળી ગઈ છે, પરંતુ તેનો અમલ થવામાં થોડો સમય લાગશે.હાલની સિસ્ટમ હેઠળ બાકી રહેલી સિરીઝમાં લગભગ 2,00,000 વાહનોનું રજિસ્ટ્રેશન થઈ શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...