Sunday, September 20, 2026

અમદાવાદમાં સાયકો કિલરનું એન્કાઉન્ટર : મૃતક વૈભવના પરિવારને આભાર માન્યો, સાઇકો કિલર વિપુલની માતા કહી આ વાત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં લૂંટ વિથ હત્યા કેસના આરોપી સાયકો કિલર વિપુલ પરમારનું એન્કાઉન્ટર કરવામાં કર્યું હતું. લૂંટ અને હત્યાને અંજામ આપનારા સાઈકો કિલર વિપુલ પરમારનું એન્કાઉન્ટર કર્યા બાદ જ્યારે તેની માતા સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું આ તો એના કર્મમાં લખાયું હશે. આ ઘટના અત્યારે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મૃતક વૈભવના પરિવારજનો સાથે જ્યારે વાત કરવામાં આવી ત્યારે મોટા મમ્મીએ જણાવ્યું હતું કે, મારા દીકરાને ન્યાય મળ્યો, પોલીસનો આભાર. મળતી જાણકારી પ્રમાણે વિપુલ પરમાનનું પોલીસે એન્કાઉન્ટર કર્યું ત્યારે વૈભવના માતા-પિતા ઘટનાસ્થળે આવી પહોચ્યા અને પોલીસનો ખાસ આભાર માન્યો હતો. વૈભવના પરિવાનારના એક સભ્ય સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે, અમને ન્યાય મળ્યો, ભગવાને ન્યાય કર્યો છે. તે બિચારો અહીંથી બર્થડે પાર્ટી ઉજવવા જઈ રહ્યો હતો, તેના પર હુમલો થયો. એવો ગંભીર હુમલો થયો કે અમારા સૌના દિલ તૂટી ગયા હતા અને અમે ભાંગી પડ્યા હતા. અત્યારે તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું એ જ સાચો ન્યાય છે. પ્રશાસન અમારી સાથે હતું અને અમને પ્રશાસનનો પૂરો સાથ રહ્યો છે. અમને ખૂબ સારો ન્યાય મળ્યો છે’.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સાઈકો કિલર વિપુલ પરમારની માતાએ જણાવ્યું કે, એના(વિપુલ) કર્મમાં એ લખ્યું હશે’. વધારે વાત કરવાનું ટાળી દીધું હતું. આ પહેલા જ્યારે મીડિયા સાથે વાત કરી ત્યારે કહ્યું હતું કે, તમારે વિપુલ સાથે જે કરવું હોય તે કરો, વિપુલને એવી સજા આપો કે જેલમાંથી ક્યારેય બહાર ના આવી શકે’. મહત્વની વાત છે કે, સાઇકો કિલર વિપુલના આવા કામોને કારણે પરિવાર ખૂબ જ નારાજ હતો. એટલું જ નહીં પરંતુ છેક 2017માં પરિવારે કંટાળીને છાપામાં જાહેરાત પણ આપી હતી કે, અમારે વિપુલ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. આ સાથે વિપુલને મિલકતમાંથી પણ બેદખલ કરી દેવામાં આવ્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વિપુલના માતાએ 14/07/2017માં છાપામાં જાહેર ચેતવણી આપી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે, અમારો પુત્ર વિપુલ વિષ્ણુભાઈ પરમાર અમારા કહ્યામાં નથી અને તે ઘણાં સમયથી અમારી સાથે રહેતો નથી. વળી ગુનાહીત પ્રવૃત્તિઓ કરતો હોવાથી તેની સાથે કોઈપણ જાતનો નાણાંકીય કે અન્ય વ્યવહાર કરવા કરાવવા નહીં અને આણ છતાં આવા કોઈ પણ વ્યવહારો કોઈથી કરવામાં આવશે તો અમારી કે અમારા પરિવારની કોઈ પણ જાતની જવાબદારી રહેશે નહીં. અમે તેને અમારી તમામ પ્રકારની મિલકતમાંથી બેદખળ કરેલ છે અને વિપલુ અમારી કોઈપણ મિલકતમાં હક્ક રહેશે નહીં’.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...