Sunday, April 26, 2026

અમદાવાદમાં સાઇકો કિલરનું એન્કાઉન્ટર મામલો : આરોપીના શરીરમાંથી મળી 10 ગોળી, પરિવારે ડેડબોડી સ્વીકારવાનો કર્યો ઈનકાર

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં નર્મદા કેનાલ પાસે બુધવાર સાંજે સાઇકો કિલરનું પોલીસે એકાઉન્ટર કર્યું હતું. હાલમાં આરોપીની ડેડબોડીનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પેનલ પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ સાઇકો કિલરની બોડીમાંથી 10 ગોળી મળી છે. આરોપીને છાતી, હાથે, સાથળમાંથી આ ગોળીઓ મળી છે. આ ઉપરાંત, આરોપીના પરિવારજનોએ ડેડબોડી સ્વીકારવાની ના પાડી હતી, જેથી નિયમ મુજબ ડેડબોડી કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવશે. જો આરોપીનું કોઈ સ્વજન બોડી ક્લેઇમ કરશે તો મૃતદેહ સોંપી દેવાશે. નહીંતર પોલીસના નિયમો મુજબ અંતિમક્રિયા કરશે.

વૈભવ મનવાણીના મર્ડર અને લૂંટ કેસના રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ પોલીસની રિવોલ્વર છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો, જેથી પોલીસે સ્વબચાવમાં તાત્કાલિક ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં ત્રણ પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાઇકો કિલરને રાજકોટના માંડા ડુંગર પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

આરોપી વિપુલ પરમારને પકડવા ક્રાઈમ બ્રાન્ચની ટીમ 3 દિવસ સુધી રાતે કેનાલ પર સામાન્ય માણસની જેમ બાઇક અને સાઇકલ પર ફરતી રહી હતી. જોકે આરોપી તેની બહેનના ઘરે રાજકોટ હોવાની શંકા લાગતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રાજકોટ જઈને આરોપીની ધરપકડ કરી હતી. ઇજાગ્રસ્ત યુવતીએ મોઢા પર નખ માર્યા તેનાથી ઓળખ કરી લીધી હતી.

આરોપી દૂરથી પોલીસને જોઈને ભાગી રહ્યો હતો. જોકે પોલીસે પહેલાથી જ આરોપીને પકડવા માટે પ્લાનિંગ કર્યું હોવાથી આરોપી ભાગવા લાગ્યો.આરોપીએ અડધો કિમી સુધી પોલીસને દોડાવ્યા હતા. જે બાદ આરોપીને પકડી લેવામાં આવ્યો હતો.આરોપીને પકડતા જ તેને મોઢા પરથી ઇજાના નિશાન પણ મળ્યા હતા. જેથી આ જ આરોપી હોવાનું પોલીસને જાણ થઈ હતી. પોલીસ વિપુલને લઈને અમદાવાદ પહોંચી હતી. આરોપીને કસ્ટડી અડાલજ પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.

વિપુલ પરમાર જામીનમુક્ત થયો હતો. તે કેનાલ પાસે ઊભાં રહેતાં પ્રેમી-પંખીડાંને જ લૂંટ વિથ મર્ડર માટે નિશાન બનાવતો હતો. આ શખસે લગ્ન માટે છોકરીઓ જોઈ હતી, પરંતુ તેના લગ્ન થઈ શક્યા નહોતા. એને કારણે તે કોઈ પણ યુગલને જોતાં જ તેમના પર હુમલો કરતો હતો. પોતાના લગ્ન થતા ન હોવાથી ચિંતાને કારણે માનસિક રીતે બીમાર થઈ ગયો હતો. તે અગાઉ પણ કેટલાક ગુનાઓમાં પકડાયેલો છે અને તેને જેલ પણ થઈ ચૂકી છે.

અમદાવાદમાં નર્મદા કેનાલ પાસે આવેલા અમીયાપુર નજીક કેનાલ પાસે શનિવારે લૂંટ વિથ મર્ડરનો બનાવ બન્યો હતો. શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતા વૈભવ નામના યુવકનો જન્મદિવસ હોવાથી તે એક યુવતી સાથે અમીયાપુર નજીક કેનાલ પાસે બર્થડે મનાવવા ગયો હતો.

આ દરમિયાન, કેટલાક અસામાજિક તત્વોએ તેમના પર હુમલો કર્યો હતો. અમદાવાદના રહેવાસી વૈભવનો મૃતદેહ રસ્તા પર પડ્યો હતો, તેના શરીર પર તીક્ષ્ણ હથિયારના ઊંડા ઘા હતા. તેની સાથે રહેલી મોટેરા વિસ્તારની આસ્થા અર્ધબેભાન અવસ્થામાં અને અનેક ઈજાઓ સાથે નજીકમાં મળી આવી હતી. તેને તાત્કાલિક અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેની ઈમરજન્સી સર્જરી કરી હતી. વૈભવની કાર કેનાલના પુલ પર થોડા અંતરે મળી આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...