Sunday, April 26, 2026

અમદાવાદમાં 15 વર્ષીય સગીરા સાથે ગેંગરેપની ચોંકાવનારી ઘટના, આરોપી સાઇકો કિલરનો મિત્ર નિકળ્યો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં એક ખુબ જ ચકચારી પરંતુ હિનકૃત્યની ઘટના પ્રકાશમાં આવી છે. ગેંગરેપની ઘટનામાં ચાર નરાધમોએ સાથે મળીને એક 15 વર્ષીય સગીરાને પીખી નાખ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર સગીરા જે સોસાયટીમાં રહેતી હતી તે સોસાયટીમાં રહેતા અન્ય યુવકો અને તેના મિત્રોએ સાથે મળીને 4 મહિના અગાઉ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, 15 વર્ષીય સગીરા પર 4 મહિના પહેલા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો, પરંતુ એ સમયે ડરના કારને સગીરાએ કઇ જાહેર કર્યું ન હતું. સગીરાએ પરિવારને બધી વાત કરતા ઘટના જાણમાં આવી હતી. પરિવારે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તુરંત કાર્યવાહી કરતા પોલીસે ચાર યુવકોની ધરપકડ કરી છે. SC, ST સેલ આ કેસની આગળની તપાસ કરી રહી છે.

કેસની જાણકારી મુજબ સગીરા યુવકને ઓળખાતી હતી. ચાર મહિના અગાઉ યુવકે સગીરાને તેના ઘરે બોલાવી હતી, ત્યાર બાદ ત્રણ મિત્રો મળીને સગીરા પર દુષ્કર્મ આચાર્યું હતું. યુવકોએ સગીરાને એવી ધમકી આપી હતી કે તે કોઈને જાણ કરશે તો પરિણામ સારું નહીં આવે.

સગીરાએ યુવકોના ડરથી કોઈને જાણ ન કરી, પરંતુ આઘાતને કારણે તેની વર્તણુક બદલાઈ ગઈ. સગીરાએ બોલવાનું ખુબ જ ઓછું કરી નાખ્યું, તે ગુમસમ રહેવા લાગી, સગીરા શાળામાં પણ રજાઓ પડવા લાગી.

ચિંતાને કારણે પરિવારે સગીરા સાથે વાત કરી ત્યારે સમગ્ર હકીકત સામે આવી. પરિવારે બનાવ અંગે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસે ઘટનામાં સામેલ યુવકો વિરુદ્ધ દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે અને ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...