Sunday, September 20, 2026

અમદાવાદ-ગાંધીનગરના મેટ્રોમાં મુસાફરી કરતા લોકો માટે મોટા સમાચાર, આ તારીખથી શરૂ થશે આ નવા મેટ્રો સ્ટેશનો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મુસાફરી કરતા લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. GMRC દ્વારા ફેઝ-2ના બે મહત્ત્વપૂર્ણ મેટ્રો સ્ટેશન કોબા ગામ અને જૂના કોબાનું કામ પૂર્ણ થઈ ગયું છે. અમદાવાદ ગાંધીનગર મેટ્રો કોરિડોરમાં જૂના કોબા અને કોબા ગામ મેટ્રો સ્ટેશનો બે દિવસ બાદ એટલે કે 28મી તારીખથી કાર્યરત થશે. જુના કોબા મેટ્રો સ્ટેશન અને કોબા ગામ મેટ્રો સ્ટેશનથી સચિવાલય, ગિફ્ટ સિટી અને એપીએમસી મેટ્રો સ્ટેશનો તરફ મેટ્રોની શરૂઆત થશે. આ સેવા શરૂ થવાથી હજારો લોકોને ફાયદો થશે.

GMRC દ્વારા શેર કરેલ શેડ્યૂલ મુજબ, કોબા ગામ મેટ્રો સ્ટેશનથી સચિવાલય તરફ જતી પહેલી મેટ્રો ટ્રેન સવારે 8.32 કલાકે જશે. આ સાથે કોબા ગામ મેટ્રોથી એપીએમસી સ્ટેશન તરફ જતી 8.04 કલાકે જશે. કોબાથી ગિફ્ટ સિટી તરફ 7.40 કલાકે જશે. ટિકિટ બારી સવારે 7.40 કલાકે શરૂ થશે.છેલ્લી ટ્રેનના સમયની વાત કરીએ તો, કોબા ગામ મેટ્રો સ્ટેશનથી સચિવાલય તરફ જતી પહેલી મેટ્રો ટ્રેન 19.45 કલાકે જશે. આ સાથે કોબા ગામ મેટ્રોથી એપીએમસી સ્ટેશન તરફ જતી 20.07 કલાકે જશે. કોબાથી ગિફ્ટ સિટી તરફ 18.10 કલાકે જશે. ટિકિટ વિન્ડો બંધ થવાનો સમય 20.02 કલાક છે.

જૂના કોબા ગામ મેટ્રો સ્ટેશનથી સચિવાલય તરફ જતી પહેલી મેટ્રો ટ્રેન સવારે 8.29 કલાકે જશે. આ સાથે જૂના કોબા ગામ મેટ્રોથી એપીએમસી સ્ટેશન તરફ જતી 8.06 કલાકે જશે. જૂના કોબાથી ગિફ્ટ સિટી તરફ 7.38 કલાકે જશે. ટિકિટ બારી સવારે 7.28 કલાકે શરૂ થશે.

છેલ્લી ટ્રેનના સમયની વાત કરીએ તો, જૂના કોબા ગામ મેટ્રો સ્ટેશનથી સચિવાલય તરફ જતી પહેલી મેટ્રો ટ્રેન 19.43 કલાકે જશે. આ સાથે જૂના કોબા ગામ મેટ્રોથી એપીએમસી સ્ટેશન તરફ જતી 20.10 કલાકે જશે. જૂના કોબાથી ગિફ્ટ સિટી તરફ 18.07 કલાકે જશે. ટિકિટ વિન્ડો બંધ થવાનો સમય 20.05 કલાક છે.

આ સાથે એવી પણ માહિતી છે કે, ડિસેમ્બરના અંત સુધીમાં મેટ્રો ટ્રેન એપીએમસીથી સીધી અક્ષરધામ અને મહાત્મા મંદિર સુધી દોડતી થઈ શકે છે. હાલ સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના પાંચ કિલોમીટરના રૂટ પર આવતા અક્ષરધામ અને જૂના સચિવાલય જેવા સ્ટેશનોનું કામ અંતિમ તબક્કામાં છે. આ કામ પૂર્ણ થયા બાદ CMRS દ્વારા નિરીક્ષણ કરાશે અને ક્લીયરન્સ મળતા જ આ રૂટ શરૂ થઈ જશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...