Sunday, April 26, 2026

અમદાવાદમાં કૌટુંબિક ઝગડામાં બનેવીએ સાળા પર ગોળીબાર કર્યો, વિસ્તારમાં તંગદિલીનો માહોલ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના કૌટુંબિક કંકાસમાં થયેલી માથાકૂટમાં ગોળીબાર થતાં સનસનાટી મચી ગઈ છે. તેમા પણ એક કે બે નહીં પણ ત્રણ રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ આખી સનસનાટીભરી ઘટના અમદાવાદના થલતેજ વિસ્તારમાં બની છે, આ ઘટનામાં કંકાસએ ગંભીર સ્વરૂપ ધારણ કરતાં બનેવીએ બહેનને લેવા આવેલા સગા સાળા પર ફાયરિંગ કર્યું હતું.ગંભીર રીતે ઘાયલ થયેલા સુધીરને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે તપાસ અને કાર્યવાહી હાથ ધરી દીધી છે, જ્યારે ફાયરિંગના બનાવને કારણે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પતિ મૌલિક પત્નીને નિયમિત રીતે માર મારતો હતો, જેના કારણે કંટાળીને પત્નીએ આ અંગેની જાણ પોતાના ભાઈ સુધીરને કરી હતી. પરિણામે, ભાઈ તેની બહેનને સાસરીમાંથી પોતાના ઘરે પાછી લઈ જવા માટે થલતેજ પહોંચ્યો હતો, તેના પછી સાળા અને બનેવી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને બનેવીએ આવેશમાં આવીને સાળા પર ગોળીઓ ચલાવતા ફાયરિંગ કર્યુ હતું.ફાયરિંગ દરમિયાન એક ગોળી સુધીરની ગાડીના કાચ પર અથડાતા કાચ તૂટી ગયો હતો. ઘટનાની વાત કરવામાં આવે તો મૌલિક ઠક્કર પોતાની પત્ની સાથે વારંવાર મારઝૂડ કરતો હતો. જેના કારણે તેની પત્નીએ પોતાના ભાઈ સુધીરને જાણ કરી હતી.

બહેનને લેવા માટે પહોંચેલા સુધીર અને મૌલિક વચ્ચે પહેલા વિવાદ થયો હતો અને પછી મામલો વધારે ઉગ્ર બન્યો હતો. ગુસ્સામાં આવેલા બનેવી મૌલિકે રિવોલ્વર કાઢી સાળા પર ફાયરિંગ કર્યું હતું. ઘટના થતાં જ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને સાળા સુધીરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલમાં તેના સ્વાસ્થ્ય અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી.

આ મામલે બોડકદેવ પોલીસે મૌલિક ઠક્કર સાથે જીતુ ઠક્કર નામના અન્ય એક યુવક વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની વિવિધ ધારાઓ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કર્યા છે અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી લેવા માટે કાર્યવાહી શરૂ કરી છે. આ બનાવને પગલે થલતેજ વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...