Sunday, April 26, 2026

અમદાવાદમાં ટ્રાફિકથી ધમધમતો જુના વાડજથી રાણીપ જવાનો રોડ બે મહિના માટે બંધ કરાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ટ્રાફિકની વધતી જતી સમસ્યાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના મોટા જંકશન ઉપર બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. વાડજ જંકશન પર ઓવરબ્રિજ અને અંડરપાસ બનાવવામાં આવી રહ્યો છે. બ્રિજની કામગીરીને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુના વાડજથી રાણીપ રામાપીર ટેકરા તરફ જતો રોડ બે મહિના કે કામગીરી ચાલુ રહે ત્યાં સુધી બંધ કરવાનો નિર્ણય લીધો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમદાવાદના જુના વાડજ જંકશન ઉપર ફોર લેન ફલાય ઓવરબ્રિજ બનાવવાની તેમજ ટુ લેન અંડર પાસ બનાવવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.જેને લઈને આગામી 3 ઓક્ટોબરથી જુના વાડજ જંકશનથી ભીમજીપુરા ચાર રસ્તા થઈ રામાપીરના ટેકરા તરફનો રોડ બ્રિજની કામગીરીના પગલે આ રોડ બંધ કરવામાં આવશે.

આ વાહનચાલકોના ટ્રાફિકને જુના વાડજ જંકશનથી ભીમજીપુરા ચાર રસ્તા થઈ રામાપીરના ટેકરા તરફથી રાણીપ તરફ જવાના રસ્તે તેમજ વાડજ જંકશનથી ભીમજીપુરા ચાર રસ્તા થઇ અખબાર નગર સર્કલથી નેશનલ હેન્ડલુમ જંકશન તરફ જતા રોડ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જેથી આ રસ્તા પર પસાર થતાં તમામ પ્રકારના વાહનોએ 3 ઓક્ટોબરથી રાણીપ તરફ અવર જવર માટે ડાયવર્ટ કરવામાં આવેલા રોડનો ઉપયોગ કરવાનો રહેશે.આમ વાહન ચાલકોએ 500 મીટર વધુ ફરવું પડશે.

જુના વાડજ જંકશન પર પાઈલકેપ, પીયર તેમજ પીયરકેપની કામગીરી માટે 3 ઓક્ટોબરથી બે માસ અથવા કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી વાડજ જંક્શન પરથી રાણીપ તરફ જવાનો રસ્તો બંધ કરવામાં આવશે .આ રોડ પરથી દરરોજ 100થી વધુ એસટી બસ, 50થી વધુ AMTS અને BRTS તેમજ 25000થી વધુ વાહન ચાલકો પસાર થતા હોય છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...