Saturday, July 25, 2026

અમદાવાદમાં વ્યાજખોરોનો આતંક, પૈસા ચૂકવ્યા પછી પણ ધમકી, ‘ઘર ખાલી કરો અથવા દીકરાને ગુમાવો’

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં વ્યાજખોરોના આંતકનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પરિવારે વ્યાજે લીધેલા નાણાં વ્યાજ સહિત પરત કરી દીધા હોવા છતાં, વ્યાજખોરો દ્વારા પરિવારને વધુ રકમની માગણી કરીને હેરાન કરવામાં આવી રહ્યો હતો. આ વ્યાજખોરોએ શરૂઆતમાં જ 12 કોરા ચેક પર સહી કરાવી લીધી હતી અને એટલું જ નહીં, પરંતુ ડરાવી ધમકાવીને પરિવારનું રહેણાંક મકાન પણ પોતાના નામે લખાવી દીધું હોવાનો ગંભીર આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. અમદાવાદના મોટેરામાં રહેતા અને હિન્દી અને ગુજરાતી ગીત બનાવતા મ્યુઝિક પ્રોડ્યુસર અને સંગીતકાર મીતેશભાઈ બારોટ છ જેટલા લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદની વિગતો અનુસાર 2016માં તેઓ આરોપીઓના સંપર્કમાં આવ્યા હતા. આરોપીઓ સંગીત સાથે સંકળાયેલા હોવાથી તેઓ સંપર્કમાં આવ્યા હતા. આ દરમિયાન તેઓ ફાઇનાન્સનો ધંધો કરતાં હોવાનું જણાવ્યું હતું અને જરૂર હોય તો વ્યાજે પૈસા આપતા હોવાનું જણાવ્યું હતું.

ત્યારબાદ ફરિયાદની યુટ્યુબ ચેનલમાં ખોટ જતાં તેમણે કરણ ઉર્ફે અનુજ ધીરજભાઈ દેસાઇ પાસેથી 5 લાખ રૂપિયા 10 દિવસના 10 ટકા વ્યાજ લેખે વ્યાજે લીધા હતા. અને આરોપીએ કોરા ચેક પર સહી કરાવી લીધી હતી. જો કે બાદમાં ફરિયાદીએ પૈસા ચૂકવી દીધા હતા. તેના વ્યાજના પૈસા ચૂકવી દીધા હતા તેમ છતાં આરોપીએ ફરિયાદી પાસેથી ફોન પર 45 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જો કે ફરિયાદીએ ના કહેતા આરોપીએ ધમકી આપી હતી. આ ઉપરાંત તેમણે અન્ય પાંચ જેટલા લોકો પાસેથી પણ વ્યાજે લીધા હતા.

આ દરમિયાન પણ વ્યાજખોરો પૈસાની માંગણી કરતા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે, ફરિયાદીએ જણાવ્યું છે કે આરોપીઓ તેમના પત્ની અને બહેનને ફોન કરીને ગાળો આપતા હતા તેમજ પૈસા ભરવા અથવા ઘર ખાલી કરી દેવાની ધમકી આપતા હતા. જો કે અંતે તેમના દીકરાને ઉપાડી જઈને મારી નાખવાની ધમકી આપી હતી. અંતે ફરિયાદીએ અનુજ ઉર્ફે કરણભાઈ દેસાઇ, વિશાલભાઈ દેસાઇ, જિગરભાઈ દેસાઇ, નિખિલભાઈ દેસાઇ, ઇશ્વરભાઇ દેસાઇ અને ભાવેશભાઈ દેસાઇ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...