Saturday, February 7, 2026

શક્તિની ભક્તિનો પ્રસંગ નવરાત્રી બની ગઈ લૂંટફાટનો ધંધો, આયોજકો સામે કડક કાર્યવાહી થશે?

spot_img
Share

અમદાવાદ : નવરાત્રી એટલે શક્તિની ભક્તિનો પ્રસંગ, પરંપરાગત નૃત્ય સંસ્કૃતિનો તહેવાર છે. પરંતુ ભીડ ભેગી કરવા અને વધુ નફો કમાવા માટે ઘણા લોકોએ આ તહેવારને ખેલૈયાઓને લૂંટવાનો ગોરખધંધો શરૂ કરી દીધો હતો. ઊંચી એન્ટ્રી ફીથી લઈને અતિશય ખર્ચાળ ખાણીપાણીએ ખેલૈયાઓનો આનંદ ઝાંખો કરી દીધો છે. જ્યારે બીજી બાજુ ખેલૈયા પણ આયોજકોની આ ચાલને જાણતા હોવા જતા મજા માણવા માટે ન છુટકે આ ખર્ચો કરે છે અને આયોજકોની ચાલનો શિકાર બને છે.

એક ચર્ચા મુજબ, અમદાવાદમાં આ વર્ષે ગરબા પાસની કિંમત 3,500 રૂપિયા સુધી પહોંચી ગઈ, જ્યારે બહાર 20 રૂપિયામાં મળતી પાણીની બોટલ પાર્ટી પ્લોટમાં અંદર 100 રૂપિયામાં વેચાઈ રહી હતી. એક પ્લેટ મેગી કે સમોસા, જે સામાન્ય રીતે સસ્તું હોય, તેની કિંમત ત્રણથી ચાર ગણી રાખવામાં આવી હતી. ત્યારે પાર્કિગને લગતી સમસ્યાતો અલગ જ હતી. ખેલૈયાઓને વાહનોને ગરબા ગ્રાઉન્ડથી લગભગ એક કિલોમીટર દૂર પાર્ક પડી રહ્યા હતા. જેના અલગથી 100-200 રૂપિયાની ચાર્જ ચૂકવવો પડી રહ્યો હતો. કેટલાક મેદાનોમાં ખેલૈયાઓને થીમ પ્રમાણે રંગીન પોશાક 1,000 રૂપિયામાં ભાડે આપવામાં આવી રહ્યા હતા.

અમદાવાદમાં આ વર્ષે એવા ગરબા ગ્રાઉન્ડ જોવા મળ્યા કે, જ્યારે કેપેસિટીથી વધુ પ્રમાણમાં લોકોનો જમાવડો જોવા મળ્યો. કેમ કે જરૂરીયાત કરતા વધુ પ્રમાણમાં પાસ વેચવામાં આવ્યા હતા. આયોજકોએ પૈસાની લાલચમાં જરૂરિયાતથી વધુ પાસ વેચી દીધા, જેના કારણે મેદાનો ખીચોખીચ ભરાઈ ગયા. ઘણા ખેલૈયાઓએ ગરબાની મજા લેવાને બદલે ભીડમાં ધક્કામુક્કીનો અનુભવ કર્યો.અનેક વિસ્તારોમાં પાર્ટી પ્લોટની આજુબાજુમાં આવેલ સોસાયટી કે રહેણાંક વિસ્તારોમાં લોકો સામસામે આવી ગયા. શહેરની આસપાસના 100થી વધુ પાર્ટી પ્લોટ અને ફાર્મહાઉસમાં યોજાયેલા આ ગરબાઓએ એકબીજાને ટક્કર આપવા માટે જાણે નફાખોરીની હરીફાઈ કરી હતી.

આયોજકોની લાલચ એટલી હદે વધી કે કેટલાક મેદાનોમાં GST દરોડા પડ્યા, કારણ કે તેઓએ ખોટા હિસાબો રજૂ કર્યા હતા. નવરાત્રિ 2025 પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ સવાલ એ છે કે શું આગામી વર્ષે આવા આયોજકો સામે કડક કાર્યવાહી થશે? કે પછી શું ખેલૈયાઓ ગરબાની મજા માણવા માટે ફરી ઊંચી કિંમતો ચૂકવી પડશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...