Sunday, April 26, 2026

અમદાવાદની પીરાણા ડમ્પિંગ સાઈટમાં સુનામી જેવું દૃશ્ય : ફેક્ટરીઓ-વાહનોને ભારે નુકસાન

spot_img
Share

અમદાવાદ : શહેરના પીરાણામાં ભયંકર દૃશ્ય સામે આવ્યું હતું. ડમ્પિંગ સાઈટના પાણી અને કચરાનું સુનામી જેવું વહેણ આવતાં ફેક્ટરીઓ-વાહનોમાં ભારે નુકસાન પહોંચ્યું હતું. લોકો જીવ બચાવવા નાસી છૂટ્યા હતા. આ અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, 1 ઓક્ટોબર 2025ના રોજ બપોરના સમયે પીરાણા ડમ્પિંગ સાઈડની આસપાસમાં આવેલી ફેક્ટરીઓમાં કચરાના ઢગલા સાથે દરિયાના મોજાની જેમ પાણી આવતું હોય તેવી રીતે પાણી ફેક્ટરીઓની આસપાસ ફરી વળ્યા હતા. પાણી ઉપરથી નીચે પડ્યું જેથી આસપાસમાં રહેલા કૂતરાઓમાં પણ દોડધામ મચી ગઈ હતી. ફેક્ટરીઓની બહાર પાર્ક કરેલા વાહનો પણ પાણીમાં ડૂબી ગયા હતા. કચરા સાથે કાળાકલરનું પાણી ફેક્ટરીઓની આસપાસ ફરી વળતાં ખૂબ મોટી સંખ્યામાં નુકસાન થયું હતું.

પીરાણા ડમ્પિંગ સાઈડ પર બહેરામપુરા સિકંદર માર્કેટ તરફ અજમેરી સાઇટ તરફનો ઢગલા પાસેથી ખૂબ મોટા પ્રમાણમાં પાણી બહાર આવ્યું હતું, જેના કારણે આસપાસમાં આવેલી ફેક્ટરીઓમાં પાણી ઘૂસી ગયા હતા. પાણી સાથે કચરો આવવાના કારણે મોટી સંખ્યામાં વાહનો અને ફેક્ટરીઓમાં પણ નુકસાન થયું હતું. સ્થાનિકે કેમિકલ યુક્ત પાણી ભેગું થયું હોવાના કારણે ઢગલો ઢસી પડતાં દરિયાના મોજાના લહેરની જેમ આજુબાજુમાં પાણી-કચરો ફરી વળ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.

સૂત્રોએ જણાવ્યું કે, જે પાણી કચરાના ઢગલા સાથે આવ્યું છે, તેના સેમ્પલ લઇ અને કાર્યવાહી કરવામાં આવશે. પીરાણા ડમ્પિંગ સાઈટની આસપાસ આવેલી ફેક્ટરીઓમાં તપાસ કરી અને સિલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. રાત્રે કેમિકલ વાળું પાણી છોડવામાં આવતું હોય તો ચોક્કસથી રાત્રે રાઉન્ડ લઈ કાર્યવાહી કરવામાં આવશે. કેમિકલ યુક્ત અથવા અન્ય કોઈ પાણી બહાર ન આવે તેના માટે ચોક્કસથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રયાસ કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...