Saturday, July 25, 2026

અમદાવાદના આ વિસ્તારમાં ગટરના ઉભરાતા પાણીથી ત્રાહિમામ : સ્થાનિકોએ MLAની ઓફિસ પર હોબાળો મચાવ્યો

spot_img
Share

અમદાવાદ : શહેરના નરોડા વિધાનસભામાં સરદારનગર વોર્ડમાં નોબલનગર અને અન્ય વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાના કામો સમયસર ન થતા હોવાને પગલે પ્રજામાં ભારે રોષ છે. આ મુદ્દે સ્થાનિકોએ નરોડાના ભાજપના MLA ડો. પાયલ કુકરાણીની ઓફિસે વિરોધ કર્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના નોબલનગર વિસ્તારમાં આવેલા અનસુયા નગર, બીડી કામદારનગર, વાલ્મિકી સોસાયટી સહિતના વિસ્તારોમાં ડ્રેનેજ ઉભરાવાની સમસ્યાને લઈને સ્થાનિકોએ ધારાસભ્ય ડો. પાયલ કુકરાણીનો ઘેરાવ કર્યો હતો. છેલ્લા છ મહિનાથી ગટરના પાણી ઉભરાવવાની સમસ્યા થતાં અનેક વખત રજૂઆતો છતાં પણ કોર્પોરેટર અને ઉત્તર ઝોનના અધિકારીઓ દ્વારા ધ્યાન ના આપવામાં આવતા સ્થાનિક લોકો ભારે રોષે ભરાયા હતા. ભાજપના ધારાસભ્યની ઓફિસે લોકોએ પહોંચી અને ઉગ્ર વિરોધ અને સૂત્રોચ્ચાર કર્યા હતા.

નરોડા વિધાનસભાના ભાજપના MLA ડો. પાયલ કુકરાણીએ જણાવ્યું હતું કે શનિવારે ડ્રેનેજની ફરિયાદ આવી હતી. જેથી મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓએ રવિવારની રજા હોવાથી આજે સોમવારે સવારથી કામગીરી શરૂ કરી છે પરંતુ ત્યાં કોંગ્રેસના કેટલાક લોકો છે અને સ્થાનિક લોકોને ભેગા કરી અને તેમના પોતાના માણસોને બોલાવી અને ઓફિસની બહાર વિરોધ કર્યો હતો અમે તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓ સાંભળવા તૈયાર નહોતા કોર્પોરેશનના અધિકારીઓ સાથે વાત થઈ ત્યારે તેઓએ કહ્યું હતું કે અમે આજે સવારથી કામગીરી ત્યાં ચાલુ કરી દીધી છે. સ્ટ્રેટેજી પૂર્વક કરવામાં આવી રહ્યું છે.

લોકોએ ભાજપના MLA ને બહાર બોલાવી અને તેમને ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે છેલ્લા 15 વર્ષથી અમે પ્રાથમિક સુવિધા ની સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ દર વખતે અમે રજૂઆત કરવા જઈએ છીએ પરંતુ અમારું કોઈ સાંભળતું નથી. અધિકારીઓ ધક્કા ખવડાવે છે.

અમારા છોકરાઓ બીમાર થઈ જાય છે. ગટરો ઉભરાય છે અને જીવાતો પણ થાય છે તેના કારણે લોકો વધારે બીમાર થાય તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. ઘરોમાં પાણી જતા રહે છે. જેથી રહેવું ખાવું પીવું કેવી રીતે અમારે ખબર નથી પડતી.

અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં ભાજપના ધારાસભ્યો અને કોર્પોરેટરો સામે અવારનવાર વિરોધ દર્શાવવામાં આવે છે, તેમ છતાં પણ ભાજપના શહેરના હોદ્દેદારો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો દ્વારા આ બાબતે કોઈ ગંભીરતાથી નોંધ લેવામાં ન આવતા પ્રજાને હાલાકી ભોગવવી પડી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...