Wednesday, April 15, 2026

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

spot_img
Share

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા ગંભીર ગુનાનો ઉકેલવામાં સફળતા મેળવી હતી. ગુજરાત પોલીસે આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી સ્માર્ટ અને પ્રોફેશનલ પોલિસિંગની દિશામાં વધુ એક ડગલું ભર્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત પોલીસ દ્વારા આ વર્ષે નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ (NAFIS) પોર્ટલનો ઉપયોગ કરીને સપ્ટેમ્બર સુધીમાં 80 જેટલા મહત્વના ગુનાઓના ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે, જે ગુજરાત પોલીસની હાઈ ટેક-પોલિસિંગની દિશામાં મોટી સિદ્ધિ દર્શાવે છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું છે કે, આ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ ગુના ઉકેલવાની પ્રક્રિયાને વધુ ઝડપી અને સચોટ બનાવશે. ગુજરાત પોલીસ સ્માર્ટર અને પ્રોફેશનલ પોલીસિંગ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે કટિબદ્ધ છે.

અલગ- અલગ ગંભીર ગુનાઓમાં ધરપકડ કરાયેલા ગુનેગારોના ફિંગરપ્રિન્ટ્સનો ડેટાબેઝ નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમમાં સમાવવામાં આવ્યો છે, જેમાં રાષ્ટ્રીય સ્તરે અંદાજે 1.20 કરોડથી વધુ ગુનેગારોનો ડેટા સંગ્રહાયેલો છે. ગુજરાત પોલીસ પણ આ સિસ્ટમમાં સક્રિયપણે યોગદાન આપી રહી છે, જેમાં રાજ્યના 22 લાખથી વધુ ગુનેગારોનો ડેટા સામેલ છે.

આ ઉપરાંત NAFIS સિસ્ટમથી અમદાવાદના એક ગુનાનો આરોપી મુંબઈથી માત્ર 48 કલાકમાં ઝડપાયો હતો. અમદાવાદની ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનની હદમાં નોંધાયેલા એક કેસમાં જ્યારે ઘટનાસ્થળેથી ફિંગરપ્રિન્ટ લેવામાં આવી અને તેને NAFIS માં અપલોડ કરવામાં આવી, ત્યારે તેનું મેચિંગ થતાં જ સીધો મેસેજ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયને મળ્યો.તુરંત જ ગુજરાતના DGP વિકાસ સહાય દ્વારા મુંબઈ પોલીસ કમિશનરનો સંપર્ક કરવામાં આવ્યો અને આરોપી અંગેની વિગતો શેર કરવામાં આવી.

આ ઝડપી સંકલન અને કાર્યવાહીના પરિણામે, મુંબઈ પોલીસે માત્ર 48 કલાકમાં આરોપીને શોધી કાઢ્યો અને તેને ગુજરાત પોલીસને સોંપ્યો હતો. ગુજરાત પોલીસના આ ટેક-આધારિત અભિગમ આધારે આરોપી મુંબઈથી પકડાઈ ગયો ગયો.મુંબઈ પોલીસે આરોપીને 48 કલાક શોધીને ગુજરાત પોલીસને સોંપી દેતા રાજ્યના પોલીસ વડાવિકાસ સહાય દ્વારા મુંબઈ પોલીસની આ સમગ્ર ટીમને અભિનંદન પાઠવીને પ્રશંસાપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...