Thursday, January 15, 2026

અમદાવાદના વાહનચાલકો માટે મોટા સમાચાર! ટ્રાફિકથી ભરચક આ બ્રિજ નવેમ્બરથી 5 મહિના માટે બંધ રહેશે

spot_img
Share

અમદાવાદ : મેગા સિટી અમદાવાદ સતત ધમધમતુ શહેર છે. સાથે સાથે અમદાવાદમાં હાલ વિકાસના વિવિધ કામ ચાલી રહ્યા છે. જેના કારણે શહેરના વિવિધ બ્રિજ બંધ કરવામાં આવ્યા છે. આ દરમિયાન શહેરમાં ટ્રાફિકથી ધમધમતો એક બ્રિજ નવેમ્બરથી પાંચ મહિના માટે બંધ રહેશે. નારોલથી વિશાલા તરફનો શાસ્ત્રી બ્રિજ નવેમ્બરથી 5 મહિના માટે બંધ રખાશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નારોલથી વિશાલા તરફ જતા શાસ્ત્રી બ્રિજનો દસ દિવસ સુધી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં બ્રિજના 15 વર્ષ કરતાં જૂનાં બેરિંગ બદલવાની જરૂર હોવાનો રિપોર્ટ આવ્યો હતો. આથી નેશનલ હાઈવે ઓથોરિટી વિભાગ દ્વારા ખાનગી કંપનીને ટેન્ડર આપી બ્રિજના બેરિંગ બદલવાની કામગીરી શરૂ કરવામાં આવશે. 15 વર્ષથી જૂના હોય તેવા 180 બેરિંગ બદલાશે. સાથે જ બ્રિજના પેરાફેટની દીવાલને પણ નવી બનાવવાની કામગીરી શરૂ કરાશે. આ ઉપરાંત બ્રિજના એક્સપાન્શન જોઇન્ટનું પણ સમારકામ કરાશે.

નવેમ્બર મહિનામાં જ્યારે બ્રિજની કામગીરી શરૂ થશે ત્યારે પાંચ મહિના માટે નારોલથી વિશાલા તરફના બ્રિજને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. ટુ-વ્હીલર અને ફોર વ્હીલરને અવર-જવર કરવા માટે સામેના એટલે કે વિશાલાથી નારોલ તરફના બ્રિજ પરથી વાહનોને ડાઇવર્ઝન આપવામાં આવશે. હાલમાં પણ બ્રિજ પરથી મોટાં વાહનોનો પ્રવેશ પ્રતિબંધિત હોવાના કારણે તમામ વાહનો દાણીલીમડા થઈને અંજલિ ચાર રસ્તા પાસેથી જઈ શકશે

ઉલ્લેખનીય છે કે, આ બ્રિજનું સમારકામ એક વર્ષ પહેલા જ કરાયું હતું ત્યારે માત્ર સરફેસિંગની કામગીરી કરાઈ હતી. ગત વર્ષે 9 ઓગસ્ટના રોજ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો. અમદાવાદથી બહાર આવવા જવા માટે આ બ્રિજ બહુ જ મહત્વનો છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તરફ જવા માટે આ જ બ્રિજ પરથી વાહનો પસાર થતા હોય છે. રોજના લાખોની સંખ્યામાં વાહનો આ બ્રિજ પરથી અવરજવર કરતા હોય છે. ત્યારે બ્રિજ કરવાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...