Friday, July 24, 2026

અમદાવાદની આ સોસાયટીએ દિવાળીની ભેટ તરીકે તેના મેમ્બર્સને આપ્યા 100 ગ્રામ ચાંદીના સિક્કા

spot_img
Share

અમદાવાદ : દિવાળીના શુભ તહેવારના આડે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ દિવસોમાં સોના ચાંદીની ખરીદી શુભ માનવામા આવે છે. ત્યારે બીજુ બાજુ સોના ચાંદીની કિંમતોમાં પણ ભડકો જોવા મળી રહ્યો છે. પરંતુ આ વચ્ચે શહેરની એક પરંપરાગત રહેઠાણ સોસાયટીએ એક અનોખું ઉદાહરણ બનીને લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. આ સોસાયટીએ પોતાના 21 સભ્યોને દિવાળીની ખુશીમાં 100 ગ્રામ ચાંદી ભેટ તરીકે આપી, જે એકતા અને સમૃદ્ધિનું પ્રતીક બની રહી છે.

મીડિયા રિપોર્ટ મુજબ, અમદાવાદની 96 વર્ષ જુની કૃષ્ણ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડએ તેના 21 સભ્યોને 12 ઓક્ટોબરે દિવાળીના અવસરે 100 ગ્રામ ચાંદી ભેટમાં આપવાની જાહેરાત કરી છે. એક મીડિયાને સોસાયટીના ચેરમેન શૈલેષ પટવારીએ જણાવ્યું કે, “અમે સભ્યો પાસે મેઈટેન્સ ફી નથી લેતા, પરંતુ જુની આવકથી પૂરતા નાણાં છે. આ અગાઉ પણ 1994માં દરેક સભ્યોને 400 ગ્રામ સોનું આપ્યું હતું.આમ સોસાયટીએ પોતાના સભ્યોને દિવાળી ગીફટ રૂપે 100-100 ગ્રામ ચાંદીના સિક્કા આપતા ચર્ચામાં આવી છે.

આ સોસાયટી પાસે ઉત્સવોમાં સમૃદ્ધિ વહેંચવાની લાંબી પરંપરા છે. 1994માં તેણે દરેક સભ્યને 400 ગ્રામ સોનું આપીને એકતાનું પ્રદર્શન કર્યું હતું. શાંતિનિકેતન કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, જે 100 વર્ષથી વધુ જૂની છે, તેને 2020થી 2022 સુધી ત્રણ વર્ષ સુધી 20 સભ્યોને ચાંદી આપી હતી. ત્યાના ચેરમેનનું કહેવું છે કે ભેટ સોગાદોના બદલે અમે રોકડ આપવી ઈચ્છા રાખીએ છીએ જેથી સંપત્તિમાં વધારો થાય છે. આપને જણાવી દઈએ કે આ વર્ષ પુષ્ય નક્ષત્રના દિવસે ચાંદીની કિંમતો 1.75 લાખ આસપાસ નોંધાઈ હતી.

પરંપરાગત સોસાયટીઓ પાસે હોલ, ખુલ્લી જમીન કે દુકાનો ભાડે આપવાની જેવા બહુવિધ આવકના સ્ત્રોતો હોય છે, જેનાથી તેમની સરપ્લસ રકમ બની શકે છે. જોકે, નવી સર્વિસ સોસાયટીઓ માટે આ સંભવ નથી, કારણ કે તેમની આવકના સ્ત્રોતો મર્યાદિત હોય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...