Thursday, March 12, 2026

અમદાવાદના આ વિસ્તારમાં વહેલી સવારે 14 દુકાનો બળીને ખાખ ! દિવાળી સમયે વેપારીઓને મોટું નુકશાન

spot_img
Share

અમદાવાદ: આજે વહેલી સવારે અમદાવાદના બાપુનગર વિસ્તાર 14 દુકાનોમાં આગ લાગવાની ઘટના બનતા ભાગદોડ મચી ગઈ હતી. ભીડભંજન હનુમાન મંદિર રોડ પર આવેલા એક શોપિંગ કોમ્પ્લેક્સમાં આવેલી એક દુકાનમાં આજે વહેલી સવારે કોઈ કારણોસર આગ લાગી હતી, જોતજોતાંમાં આગ આજુબાજુની દુકાનોમાં પ્રસરી ગઈ હતી. આગ લાગવાની જાણ થતા ફાયરબ્રિગેડના કર્મચારીઓ અગ્નિશામક વાહનો સાથે દોડી આવ્યા હતાં અને આગને કાબુમાં લીધી હતી.મોટા ભાગની દુકાનો કપડાં અને અન્ય ચીજવસ્તુઓની હતી, જેથી દિવાળીના સમયે આગ લાગતાં વેપારીઓને મોટું નુકસાન ગયું છે.

અહેવાલ મુજબ, આજે વહેલી સવારે 5 વાગ્યે ફાયરબ્રિગેડ કન્ટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા ભીડભંજન હનુમાન મંદિર રોડ ઉપર બાપુનગર ચાર રસ્તા તરફ બજારમાં આવેલી દુકાનોમાં આગ લાગવાની ઘટના બની છે, જેથી ફાયરબ્રિગેડની 8 ગાડી રવાના કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ત્યારે પાંચથી સાત દુકાનોમાં આગ પ્રસરી ચૂકી હતી. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની શરૂઆત કરી હતી. એક કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી.

મોટાભાગની દુકાનો કપડાં, ફૂટવેર, ઘરવખરી અને સુશોભન માટેની ચીજ-વસ્તુઓ હતી, દિવાળીને ધ્યાનમાં રાખીને દુકાનોમાં વધુ સ્ટોક રાખ્યો હતો. દુકાનો બળીને રાખ થઇ જતાં, વેપારીઓને ભારે નુકસાન થયું છે. પરંતુ સદભાગ્યે કોઈ જાનહાની કે ઈજા થઇ નથી, જો દિવસના સમયે દુકાનો ગ્રાહકોથી ભરેલી હોત ત્યારે આગ લાગી હોત ગંભીર ઘટના બની હોત.

પ્રાથમિક તપાસ મુજબ દુકાનમાં આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોઈ શકે છે. આગ લાગવાનું ચોક્કસ જાણવા ફાયર વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે નુકસાનનું આંકલન પણ કરવામાં આવી રહ્યું છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...