Saturday, September 19, 2026

અમદાવાદ એરપોર્ટ પરથી ચાંદીની એક આખી પાટ ગુમ થઇ જતા ચકચાર, કર્મચારીની સંડોવણી પણ સામે આવી

spot_img
Share

અમદાવાદ : ચાંદીના ભાવમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. ચાંદીની કિંમતો સતત ઊંચેને ઉંચે જઇ રહી છે. સોની બજારોમાં ચોરી અને છેતરપિંડીના કિસ્સાઓમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. આવો જ એક ખુબ જ ચોંકાવનારો કિસ્સો અમદાવાદના એરપોર્ટ કાર્ગો ટર્મિનલમાં સામે આવ્યો છે. અહીંથી એક આખે આખી ચાંદીની પાટ ગુમ થઇ જતા ચકચાર મચી ગઇ છે. એરપોર્ટ પોલીસે તપાસ કરતા એક કર્મચારી દ્વારા જ આ પાટની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ એરપોર્ટ પર એર ઇન્ડિયામાં સિનિયર એસોસિયેટ કાર્ગો ઓપરેશનમાં નોકરી કરતા જ્હોન મુરીંગાતેરીએ કૌશિક રાવલ નામના શખ્સ સામે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગઈ તા.11મીએ જ્હોન મુરીંગાતેરી ફરજ પર હતા ત્યારે દિલ્હી એરપોર્ટ, એર ઇન્ડિયા તરફથી એક ઇ-મેલ આવ્યો હતો.

અમદાવાદ દિલ્હીની ફ્લાઇટમાં અમદાવાદ એરપોર્ટથી મોકલવામાં આવેલી 25 નંગ ચાંદીની પાટ ભરેલા પાર્સલમાંથી માત્ર 24 નંગ ચાંદીની પાટ જ મળી હતી. જ્યારે એક ચાંદીની પાટ ગાયબ હતી. આ બાબતે તપાસનો હુકમ મળતા ત્યાં કામ કરતી કંપની સાથે મળીને ટીમ દ્વારા સઘન તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અમદાવાદ અને દિલ્હીથી કોઈ નક્કર પરિણામ મળી આવ્યું નહોતું.

એરપોર્ટના સીસીટીવીની તપાસ કરવામાં આવતા કાર્ગોમાં સામાન લોડ કરતી વખતે 24 નંગ સિલ્વર બાર જ લોડ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. 16.58 લાખની કિંમતની 10 કિલોની ચાંદીની પાટ ચોરી થયાનું ખૂલ્યું હતું. ડોમેસ્ટિક એરપોર્ટ પર કાર્ગો ટર્મિનલ ખાતેના બિલ્ટઅપ એરિયા ખાતે નોકરી કરતા કૌશિક રાવલે ચોરી કરી હોવાનો ખુલાસો થયો હતો. સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઇ હતી. એરપોર્ટ પોલીસ દ્વારા કૌશિક રાવલ સામે ગુનો દાખલ કરીને તપાસ આદરવામાં આવી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...