Sunday, April 26, 2026

દિવાળી દરમિયાન ઇમરજન્સી સમયે આ ડોક્ટરો ખડે પગે સેવા આપશે, જાણો તમારા વિસ્તારમાં કયા ડોક્ટર રહેશે હાજર

spot_img
Share

અમદાવાદ : દિવાળીના તહેવારો દરમિયાન ઈમરજન્સી સમયે અમદાવાદઓને તબીબોની સેવા મળી રહે તે માટે અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન્સ એસોસિએશન (AFPA) દ્વારા ડોક્ટર ઓન કોલ સેવા શરૂ કરવામાં આવી છે. તહેવારોના પાંચ દિવસ દરમિયાન એટલે કે 19 ઓક્ટોબર થી 26 ઓક્ટોબર સુધી અમદાવાદના 86 થી વધુ ડોક્ટરોની સેવા લોકોને મળી રહે તે માટે અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા ડોક્ટર ઓન કોલ સેવા શરૂ કરાઇ છે.

 

પ્રાપ્ત વિગતો મુજબ, દિવાળીના તહેવારોમાં અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન્સ એસોસિએશન (AFPA) દ્વારા સામુદાયિક સ્વાસ્થ્ય માટે “ડોક્ટર ઓન કોલ” દિવાળી મેડિકલ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનની ઓફિશિયલ વેબસાઈટ www.ahmedabadmedicalassociation.com ઉપરથી દર વર્ષની જેમ આ વર્ષે પણ તહેવારોની મોસમ દરમિયાન શહેરીજનો 24/7 તબીબી સહાય મેળવી શકશે. આ સમર્પિત હેલ્પલાઇન સેવા 19 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર, 2025 સુધી કાર્યરત રહેશે.

છેલ્લા બાર વર્ષથી પણ વધુ સમયથી દર વર્ષે આયોજન અમદાવાદ મેડિકલ એસોસિયેશન દ્વારા કરવામાં આવે છે. તેથી તહેવારોના સમય દરમિયાન લોકોને ઈમરજન્સી સારવાર મળી રહે તે માટે તમામ ડોક્ટરોના સંપર્ક કરી શકાશે. આ તમામ ડોક્ટરોનો એરિયા વાઇસ સરનામું ફોન નંબર અમદાવાદ મેડિકલ એસોસિયેશનની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. સાથે સાથે મિર્ચી ન્યૂઝ દ્વારા આ સ્ટોરીમાં પણ તમામ એરિયા અનુસાર દિવાળીના તહેવાર દરમિયાન હાજર જે તબીબો રહેવાના છે તેમનું લિસ્ટ પણ મૂકવામાં આવ્યું છે. તેના પરથી આપ આપના વિસ્તારના નિષ્ણાંત તબીબની સેવા લઈ શકશો.

AMA અને AFPA ના ડોક્ટર સભ્યો દિવાળી દરમિયાન કોઈપણ સ્વાસ્થ્ય સંબંધિત કટોકટી અથવા પ્રાથમિક સારવાર અંગેના પ્રશ્નો માટે ફોન દ્વારા સ્વયંસેવક રીતે ઉપલબ્ધ રહેવાની સેવા આપશે. આ સેવાનો લાભ કોઇપણ શહેરીજન લઇ શકશે. આ સેવા સમાજના કલ્યાણ પ્રત્યેની ડોકટરોના પ્રતિબદ્ધતાનો એક ભાગ છે, જેથી ખાતરી કરી શકાય કે તહેવાર દરમિયાન કોઈ પણ વ્યક્તિ સમયસર તબીબી માર્ગદર્શન વિના ન રહે.

આ ઉપરાંત દિવાળીના તહેવાર દરમિયાન એલર્જી પોલ્યુશન એકસીડન્ટ અને દાઝી જવાના અનેક બનાવો સામે આવતા હોય છે જેના માટે આ સેવા આશીર્વાદરૂપ નીવડતી હોય છે.

સંયોજકો:
ડૉ. જિગ્નેશ શાહ (પ્રમુખ, AMA) – 93270 14487
ડૉ. મૌલિક શેઠ (માનદ સચિવ, AMA) – 98259 15464
ડૉ. સુનિલ પટેલ –
ડૉ. અમૃતલાલ મહેશ્વરી –

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...