Sunday, April 26, 2026

S.P રિંગ રોડ પરનો આ બ્રિજ અને અંડરપાસ 40 દિવસ બંધ રહેશે, જાણો વૈકલ્પિક રસ્તો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર આવેલા ત્રાગડ અંડરપાસ અને વટવા રેલવે ઓવરબ્રિજ પર ઔડા (AUDA) દ્વારા રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર છે, જેને પગલે અમદાવાદ ટ્રાફિક પોલીસે મહત્ત્વપૂર્ણ ડાયવર્ઝન જાહેર કર્યાં છે. આ બંને સ્થળોએ આગામી 40 દિવસ સુધી તબક્કાવાર ટ્રાફિક બંધ રહેશે. આ ઉપરાંત કાલુપુર અને રિવરફ્રન્ટ પૂર્વ પર પણ બ્રિજ અને બુલેટ ટ્રેનની કામગીરીને કારણે ડાયવર્ઝન લાગુ કરાયા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં S.P રિંગ રોડ પર ઔડા (AUDA) દ્વારા રિપેરિંગની ત્રાગડ રેલવે અંડરપાસના બોક્સની કામગીરી અને વટવા રેલવે ઓવરબ્રિજની કામગીરી હાથ ધરનાર છે.આ બંને સ્થળોએ કામગીરી આગામી 40 દિવસ સુધી ચાલશે અને ટ્રાફિકને તબક્કાવાર ડાયવર્ટ કરવામાં આવશે.

કામગીરી: ત્રાગડ રેલવે અંડરપાસના બોક્સના રિપેરિંગની કામગીરી.

પહેલો તબક્કો (20 દિવસ): ઝુંડાલ બ્રિજથી વૈષ્ણોદેવી સર્કલ તરફ જતો રસ્તો બંધ રહેશે.

બીજો તબક્કો (20 દિવસ): વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ બ્રિજ તરફ જતો રસ્તો બંધ રહેશે.

વૈકલ્પિક રસ્તો: વાહનચાલકોએ વૈષ્ણોદેવી સર્કલથી અડાલજ થઈને ઝુંડાલ સર્કલ તરફ જવાનો ઉપયોગ કરવો પડશે.

વટવા રેલવે ઓવરબ્રિજ (SP રિંગ રોડ):

કામગીરી: વટવા રેલવે ઓવરબ્રિજ પર રિપેરિંગની કામગીરી 40 દિવસ ચાલશે.

પહેલો તબક્કો (20 દિવસ): હાથીજણ સર્કલથી અસલાલી સર્કલ સુધીનો રસ્તો બંધ રહેશે.

બીજો તબક્કો (20 દિવસ): અસલાલી સર્કલથી હાથીજણ સર્કલ તરફનો રસ્તો બંધ રહેશે.

વૈકલ્પિક રસ્તો: વાહનચાલકો રીંગ રોડથી રોપડા ચાર રસ્તા થઈને સરસ્વતી ચાર રસ્તાનો ઉપયોગ કરી શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...