Wednesday, March 4, 2026

અમદાવાદના આ વિસ્તારમાં બનશે દેશનો સૌથી મોટો મોલ, દૂબઈના લૂલૂ ગ્રૂપે 519 કરોડમાં જમીન ખરીદી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ભારતનો સૌથી મોટો મોલ બનવા જઈ રહ્યો છે અને તેના માટે દુબઈના લુલુ ગ્રૂપે જમીન ખરીદી લીધી છે. ચાંદખેડા એરિયામાં લુલુ જૂથે 519 કરોડ રૂપિયામાં પ્લોટની ડીલ કરી છે.પ્લોટની ખરીદી માટે લૂલૂ ઈન્ટરનેશનલ શોપિંગ મોલ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા 31 કરોડની સ્ટેમ્પ ડ્યૂટી ભરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, દૂબઈના લૂલૂ ગ્રૂપ દ્વારા કુલ 66,168 ચોરસ મીટરની જમીન ખરીદવા માટે મ્યુનિ.પાસેથી પ્લોટ ખરીદવામાં આવ્યાં છે. અમદાવાદ મ્યુનિસિપલ પાસેથી લૂલૂ ગ્રૂપ દ્વારા 381, 382, 383, 391 અને 396 એમ કુલ પાંચ પ્લોટ ખરીદવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની 76/B ટીપી સ્કીમ પર આવનારા દિવસોમાં લૂલૂ ગ્રૂપ દ્વારા માટાપાયે મોલ બનાવવાની યોજના શરૂ કરવામાં આવશે.

મહત્વપૂર્ણ છે કે, વાઘબારસના દિવસે લૂલૂ ગ્રૂપ દ્વારા જમીનનો આ સોદો કરવામાં આવ્યો અને સ્ટેમ્પ ડ્યૂટીની ચૂકવણી સરકારને કરવામાં આવી હતી. સાબરમતી સબ-રજિસ્ટ્રારની ઓફિસના અધિકારીઓએ પુષ્ટિ આપી હતી કે આ અમદાવાદ શહેરમાં નોંધાયેલો સૌથી મોટો જમીનનો સોદો છે. જેમાં અત્યાર સુધીના એક જ સોદામાંથી સૌથી વધુ સ્ટેમ્પ ડ્યુટીની આવક પણ થઇ છે.

દુબઈ સ્થિત લુલુ ગ્રૂપ રિયલ એસ્ટેટના ક્ષેત્રમાં મોટું નામ ગણાય છે અને તે દુનિયામાં સૌથી મોટા મોલ બનાવવા માટે જાણીતું છે. લુલુ ગ્રૂપે અમદાવાદમાં પોતાનો સૌથી મોટો મોલ બનાવવાની જાહેરાત ઘણા સમય અગાઉ કરી હતી. પરંતુ હવે તે આ દિશામાં એક ડગલું આગળ વધ્યું છે અને ચાંદખેડા એરિયામાં જમીન ખરીદી છે.

રાજ્યના મહેસૂલ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભૂતકાળમાં જમીનના મોટા સોદા સામાન્ય રીતે 300 કરોડ રૂપિયાથી 400 કરોડ રૂપિયાની વચ્ચે રહેતા હતા. જો કે, આ પહેલી વાર છે જ્યારે 500 કરોડ રૂપિયાથી વધુનો સોદો થયો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...