Saturday, September 19, 2026

અમદાવાદમાં ડોક્ટરે 9 દિવસ પહેલા કામે રાખેલો ઘરઘાટી 6.50 લાખ ચોરીને ફરાર, કેમેરામાં ઝડપાયો આરોપી

spot_img
Share

અમદાવાદ: અમદાવાદના સાબરમતી વિસ્તારની માલાબાર એક્ઝોટિકા સોસાયટીમાં રહેતા એક ડૉક્ટરના ઘરમાંથી લાખો રૂપિયાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. ડૉક્ટરે પરિચિતના રેફરન્સથી નવા રાખેલા ઘરના નોકર ભવરલાલ મીણાએ ઘરમાં હાથફેરો કર્યા હોવાનું ખુલ્યું છે. મહત્વની વાત છે કે, આ ઘરઘાટીને ડોક્ટરે માત્ર નવ જ દિવસ પહેલાં કામે રાખ્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ત્રાગડ ખાતે રહેતા ડૉ. હાર્દિક નરેન્દ્ર મગનલાલ વ્યાસે ગત તારીખ 8 ઓક્ટોબર 2025 ના રોજ ભવરલાલ ખેતાજી મીણા નામના યુવકને ઘરની સારસંભાળ અને કામકાજ માટે 15000 રૂપિયાના પગારથી નોકરીએ રાખ્યો હતો. ડૉક્ટરે પરિચિતના રેફરન્સથી આધાર કાર્ડ, મોબાઇલ નંબર સહિતની માહિતી મેળવી ખરાઈ કર્યા ડૉક્ટરે તેના પર વિશ્વાસ મૂક્યો હતો. આ ઉપરાંત ભવરલાલની ભલામણ અન્ય પરિચિતોએ કરી હતી.

ગત તા 17 ઓક્ટોબર, શુક્રવાર 2025 ના રોજ સવારે 11 કલાકે ડૉક્ટર વ્યાસ દવાખાને ગયા હતા અને બપોરના 01 વાગ્યે જમવા પાછા ફર્યા હતા. જ્યારે ડૉક્ટર ઘરે પહોંચ્યા તો ઘર બહારથી બંધ હતું. નોકર ભવરલાલનો મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો, જેના કારણે તેમને શંકા ગઈ.ડૉક્ટરે ઘરનો દરવાજો ખોલીને અંદર તપાસ કરી તો તેમના બેડરૂમની તિજોરી અર્ધખુલ્લી હાલતમાં મળી આવી હતી.

ચોંકાવનારી વાત એ હતી કે તિજોરીનું ડ્રોઅર પણ તૂટેલું હતું. ડૉક્ટરે તપાસ કરતાં જાણવા મળ્યું કે ડ્રોઅરમાં રાખવામાં આવેલા પાંચસોના દરની નોટોના બંડલો, જેની કુલ કિંમત 6.50 લાખ થતી હતી, તે રકમ ગાયબ હતી. નોકરે માત્ર બે કલાકના ટૂંકા ગાળામાં જ, ડૉક્ટરના દવાખાને જવાનો સમય જાણીને, ઘરમાં રહેલી રોકડ રકમ પર હાથ સાફ કરી લીધો હતો.

ઘટના બાદ સોસાયટીના સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી હતી. સીસીટીવીમાં તે જ દિવસે ભંવરલાલ બપોરે 12.09 વાગ્યે સોસાયટીની બહાર થેલી લઈને સ્પષ્ટપણે જતો દેખાતો હતો. આથી તબીબે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ભંવરલાલ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...